કપડવંજ પંચાયત કચેરી પાસે પાઇપ લાઈન ૨ મહિનાથી લિકેજથી પાણીનો વેડફાટ
મચ્છરો ના ઉપદ્રવ થી આજુ બાજુ માં રહેતા રહીશો માં રોગચાળા ની ભીતી
કપડવંજ:કપડવંજ શહેર માં તાલુકા પંચાયત કચેરી પાસેથી પસાર થતા સ્ટેટ હાઇવે પર લગભગ છેલ્લા બે મહિનાથી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે માર્ગ અને મકાન (સ્ટેટ) કપડવંજ ની કચેરી બહાર ભર શિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે પાણી ભરાઈ રહેવાથી મચ્છરો નો ઉપદ્રવ વધી જાય છે અને સ્ટેટ હાઇવે ના રસ્તા ને નુકશાન થઇ રહ્યું છે
આ પાણી નો રેલો આગળ વધે છે ત્યારે દુકાનદારો ના આંગણામાં પણ પાણી ભરાય જાય છે નગરપાલિકા દ્વારા અપાતા પીવાના પાણીની પાઇપ લિકેજ હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે છેલ્લે બે મહિનાથી આ પરિસ્થિતિ છે
તાલુકા પંચાયત કચેરી માં કામ અર્થે આવતા તાલુકાના ગ્રામજનો ને પણ આવા જવામાં મુશ્કેલીઓ પડે છે ત્યારે સામે આવેલ સોસાયટી ઓના રહીશો ને રોગચાળો ફેલાશે તેવી ભીતી રહે છે તંત્ર દ્વારા આ સ્ટેટ હાઇવે પર ના પાણી ના લિકેજ ને પ્રજાના હિત માં તંત્ર વહેલી તકે રિપેરિંગ કરાવે તેવી લોક માંગ ઉઠી છે