‘કપડવંજ બસ સ્ટેશન રોડ’ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ અંગે ચેકિંગ
(પ્રતિનિધિ) નડિયાદ, સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણા માટે અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક છે . તેનાથી થતું નુકસાન દેખાતું નથી , પરંતુ તેની લાંબાગાળાની અસરો અત્યંત ગંભીર છે . સિંગલ યૂઝ પ્લાસ્ટિક એવું કેમિકલ છે જે પર્યાવરણની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે .
પ્લાસ્ટિક હજારો વર્ષો સુધી આમ જ પડી રહે છે , જેને કારણે પાણી જ નહીં પણ માટી માટે પણ નુકશાનકારક છે . ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં જિલ્લા કલેકટરશ્રી કે.એલ.બચાણીના માર્ગદર્શન હેઠળ ‘ સ્વાન્તઃ સુચાચ ’ ને સાર્થક કરવાના ભાગરૂપે આજરોજ કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિકના હોલસેલ તથા છૂટક વેપારીઓએ નગરપાલિકાને સાથે રાખી મહેસુલી કર્મચારીઓ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી .
તેમજ નગરપાલિકા દ્વારા નિયમોનુસાર દંડ તથા જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ‘ ક્લીન ઇન્ડિયા ’ અંતર્ગત દૈનિક થીમેટિક ડ્રાઈવ તા ઃ ૦૫/૧૦/૨૦૨૧ “ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ તેમજ દંડનીય કાર્યવાહી અન્વયે કપડવંજ નગરપાલિકા દ્વારા ‘ બસ સ્ટેશન રોડ’ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ બાબતે ચેકિંગ કરી ૧૦ ઈસમો સામે રૂ .૧૨૫૦ ની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમજ આગામી સમયમાં ફરી વપરાશ અર્થે લાયસન્સ રદ કરવા જણાવ્યું હતું . ૦ આ એક એવું પ્લાસ્ટિક જેનો ઉપયોગ માત્ર એક વાર જ કરી શકાય તેને સિંગલ યૂઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે . રૂટીન લાઈફમાં આપણે પ્લાસ્ટિકના કેટલીક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ અને પછી તેને ફેંકી દેવામાં આવે છે . આ પ્રોડક્ટસને સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં આવે છે . સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ડિસ્પોઝલ પ્લાસ્ટિક પણ કહેવામાં આવે છે .