Western Times News

Gujarati News

કપડવંજ માર્ગ અકસ્માતમાં એકનું મોત

મોડાસા રોડ ઉપર ઘઉંઆ ગામ નજીક કાવઠ પાટીયા પાસે મારૂતિ વેગનાર ગાડી નં જી.જે.૩૧ ડી ૦૧૯૧ ના ચાલક વાહન બેફિકરાઇ ગફલત ભરી રીતે પુરઝડપે હંકારી સામેથી આવતા મોટરસાયકલ નં જી.જે. ૦૭ સી એફ ૪૧૯૮ ના ચાલક જયંતીભાઈ લલ્લુભાઈ પટેલ (રહે થવાદ તા. કપડવંજ) રોંગ સાઈડે આવી અકસ્માત કરી મોટર સાયકલને ઘસડી તેમને ગંભીર પ્રકારની ઈજાઓ કરતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું

ગાડીનો ચાલક પોતાની ગાડી સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસના સૂત્રોએ જયેશ પટેલ રહે થવાદ તા કપડવંજ ની ફરિયાદના આધારે મરનાર ને અત્રેની જે .બી.મહેતા જનરલ હોસ્પિટલ સી.એચ.સી સેન્ટર ખાતે પી.એમ. માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવની તપાસ પો.સ.ઇ.ડી.બી.દેસાઈ ચલાવી રહ્યા છે મરણ પામનાર જયંતીભાઈ ડોક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.