કપડવંજ વિશા ખડાયતા પંચનું સ્નેહ સંમેલન યોજાયું
કપડવંજ:શ્રી કપડવંજ વિશા ખડાયતા પંચ દ્વારા મૂળ કપડવંજ ના જ્ઞાતિજનો નું પાંચમું સ્નેહ સ્નેહ સંમેલન કપડવંજ ખાતે જીવનશિલ્પ એજ્યુકેશન કેમ્પસમાં તા. ૧૫/૧૨/૨૦૧૯ ને રવિવારના રોજ યોજાયું હતું. કપડવંજ વિશા ખડાયતા પંચના પ્રમુખ શ્રી કિરીટભાઈ જે શાહ (કાંટાવાળા) અને સંમેલનના કન્વીનર શ્રી હેમંતભાઈ બી ચોકશીના જણાવ્યા અનુસાર જ્ઞાતિમાં મૂળ કપડવંજના દેશ-વિદેશમાં વસતાં લોકોને સંમેલન થકી ભેગા થવાનો અવસર મળે તથા ૭૫ વર્ષ થી મોટી ઉંમરના ૭૦ જેટલા વડીલો અને લગ્નજિવનના ૫૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા દંપતીઓ નું અભિવાદન કરવામાં આવ્યું હતું
સાંસ્કૃતિક કાર્યક્રમો યોગ પ્રેરણાત્મક સંબોધન તથા સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમો બાળકો થી વડીલો સુધી સમસ્ત જ્ઞાતિજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે કાર્યક્રમ મો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી તથા કાર્યક્રમ નું સંચાલન ઉમેશભાઈ ગાંધી અને ગોપી પરીખએ કર્યું હતું એમ સંમેલનના કન્વીનરશ્રી હેમંતભાઈ બી ચોકસી એ જણાવ્યું હતું