કપડવંજ શ્રી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ યોજાશે
ત્રિદિવસીય કાર્યક્રમમાં અન્નકૂટ તથા શોભાયાત્રાનું આયોજન
કપડવંજના સુપ્રસિદ્ધ માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ પરંપરાગત રીતે ફેબ્રુઆરી માસ માં યોજાશે ત્રિદિવસીય આ ધાર્મિક પર્વ તથા અન્નકૂટ માં ચાલુ વર્ષે પંકજભાઈ મધુસુદન ત્રિવેદી વર્ષાબેન શિવમ અને કૃતિ બેન મુખ્ય યજમાન પદે છે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ પંચના પ્રમુખ ડૉ પ્રમયેશભાઈ ભટ્ટ અને મંત્રી નિલેશભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર તા. ૫ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન પાટોત્સવ નિમિત્તે જવેર સ્થાપન હોમાત્મક સામવેદિય અતિરૂદ્વિ સહિત અયુત પક્ષના હોમ સાથે સતચંડી યાગનું આયોજન કર્યું છે
તેમજ દસ વિધિ સ્થાન પ્રાયશ્ચિત પ્રાતઃ પૂજન મંગલાભિષેક શ્રી માતંગી માતાજી પંચવક્રત્ર શિવારચન અને પુર્ણાહુતી તેમજ સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર બત્રીસ કોઠાની વાવ પાસે કપડવંજ મુકામે યોજાશે
છેલ્લા ઘણા વર્ષો થી યોજાતા મોઢજ્ઞાતિના ધાર્મિક પ્રસંગે કપડવંજ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત મુંબઇ તથા વિદેશ માંથી અસંખ્ય જ્ઞાતિ જનો વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી માતંગી ના આ વિશિષ્ટ પર્વ માં ઉપસ્થિત રહેશે મહિલા સમાજ ના પ્રમુખ વીણાબેન ત્રિવેદી તથા મંત્રી નિમિષાબેન ત્રિવેદી એ જણાવ્યું છેકે જ્ઞાતિજનો દ્વારા શ્રી માતંગી માતાજીની ભવ્ય ચાંદી ની મૂર્તિ ની શોભાયાત્રા તા. ૭ ના રોજ સવારે ૧૦.૦૦ વાગે નગરના રાજમાર્ગો ઉપર ફરશે સમગ્ર પર્વ ને ઉજવવા માટે સંઘભાવના થી તમામ કારોબારી સભ્યો કાર્યકરો અને જ્ઞાતિજનો તન મન અને ધનથી પોતાની સેવા આપી માતાજીના પાટોત્સવ ને ઉજવવા કામે લાગી ગયા છે કપડવંજ માં માતાજી ના પાટોત્સવમાં મોઢ બ્રાહ્મણ ઉપરાંત સમગ્ર ગામ ની ધર્મ પ્રેમી જનતા પણ આ મહા પર્વ નો લાભ લઇ કૃતજ્ઞતા અનુભવે છે