કપડવંજ સાંઈ મંદિર હોલ ખાતે યોગ પ્રાણાયામ અને આયુર્વેદિક એક્યુપ્રેશર સભા યોજાઇ
કપડવંજ નગર ની રેલ્વે ફાટક પાસે આવેલી ગાયત્રી નગર સોસાયટી પાસે આવેલ સાંઈ મંદિર હોલ ખાતે યોગ પ્રાણાયામ અને આયુર્વેદિક એક્યુપ્રેશર સભા યોજાઇ હતી. જેમાં હરિદ્વાર પતંજલિ કેન્દ્રના સાધ્વી દેવી અદિતિજી બહેન સોનીકા બહેન ( પતંજલિ મહિલા રાજ્ય પ્રભારી ) શિલ્પાબેન ( રાજ્ય કાર્યકરીણી ) અલકાબેન ( થર્મલ ) કપડવંજ પતંજલિ આરોગ્ય કેન્દ્રના ધનજીભાઈ ખડાયતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગમાં નગરની મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ અને એક્યુપ્રેશર વિશે માહિતી મેળવી હતી