કપડવજમાં વાતાવરણમાં પલટો આવ્યો
સમગ્ર કપડવંજમાં બુધવારે લોકડાઉન વચ્ચે સુમસામ કપડવજમાં બપોરના ૧૨ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધડાકા ભડાકા સાથે ધીમીધારે અંદાજે ૨૦ મિનિટ વરસાદ વરસ્યો હતો સદર માવઠાને લઈને ખેડૂત આલમમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. આ અંગે દહીયપના ખેડૂત ઐયુબબેગ મીરઝાના જણાવ્યા પ્રમાણે દહીયપ નવાપુરા દુજેવાર સાવલી જેવા વિસ્તારોમાં ઘઉંનો પાક બગાડવાના એંધાણ દેખાઈ રહ્યા છે. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)