કપરાડામાં પ્રેમાંધ બનેલ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો

Files Photo
કપરાડા, તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામ રક્ષક દળના જવનો રાત્રી પેટ્રોલિંગમાં તૈનાત હોય છે, તેમની સાતર્કતાને પગલે હત્યાનો ગુન્હો ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.
કાપરડા તાલુકાના ચાવશાળા ગામે ગત તારીખ ૨૪ના રોજ વ્યક્તિએ પોલીસ મથક આવી તેના ભાઈના ઘર પાછળ ખેતરમાં મોઢાના ભાગે પથ્થર મારી તેને ગળે ટુંપો દઈ હત્યા કરી હોવાનું જણાવતા કપરાડા પોલીસ મથકના પ્રોબેશન પી.આઈ અને પી.એસ.આઈ સહિતની ટિમ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી.
કપરાડામાં પ્રેમાંધ બનેલ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યોપોલીસે પત્નીની ઉલટ તપાસ કરતા ભાંગી પડીહત્યાની શંકાને આધારે મૃતક શંકરભાઈ ચૌધરીના પત્નીની ઉલટ તપાસ કરતા ભાંગી પડી હતી અને તેને વાપી ભડકમોરા ખાતે રહેતા અસફાક સાહિલ મુમતાઝ સાથે આડા સબંધ હોવાનું જણાવ્યું હતું અને ઘટનાની રાત્રે પત્નીએ તેના પ્રેમી અસફાક અને તેની સાથે અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે મળી શંકર ચૌધરીની કરપીણ હત્યા કરી નાખી અને ફરાર થઈ ગયા હતા.
ગ્રામ રક્ષક દળના યુવાનો દ્વારા શકમંદના ફોટો લીધા હોય પોલીસને મહત્વની કડી મળીજાેકે પોલીસે ગ્રામ રક્ષક દળના યુવનો દ્વારા લેવામાં આવેલ મોબાઈલ ફોટોના આધારે પ્રેમી અસફાક અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર બન્નેને મધ્યપ્રદેશથી લઇ આવી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.HS