કપરાડા તાલુકાના ચેપા ગામના સુનિલ કામડીએ રાજ્યકક્ષાએ ૧૫૦૦ મીટર લાંબી દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા ચેપા ગામે રહેતા સુનિલભાઇ કામડીએ હિમ્મતનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત
ર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી ૧૫૦૦ મીટર લાંબી દોડની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાં ગામના યુવાઓ અને વડીલો દ્વારા અભિનંદન પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉત્તરોત્તર પ્રગતિ કરી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપતા રહે તેવી આશીર્વાદ પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલમાં રહીને કોલેજનો અભ્યાસ કરી રહેલા સુનિલ કામડીના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, તેમના માતા-પિતા મજુરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમણે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પણ યુનિવર્સિટી લેવલે ત્રણ વખત લાંબી દોડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.*