કપરાડા, ૧૪ સહકારી મંડળીઓના સભાસદોની બેઠક
(પ્રતિનિધિ) વલસાડ, કપરાડાની નાનાપોંઢા એ.પી.એમ.સી. ખાતે ૧૪ જેટલી સહકારી મંડળીના સભાસદો અને ખેડુત આગેવાનો સાથે બેઠક યોજાઈ, જેમાં ખેડૂતોને ખેત પેદાશના યોગ્ય ભાવ મળે, તેમનું શોષણ થતું અટકે, વજન કાંટામાં કરાતી ગેરરીતિ અને સરકારી યોજનાઓના લાભ સહિત વિવિધ મુદ્દાઓની જાણકારી અને ચર્ચા વિચારણા કરવામાં આવી.
કપરાડા તાલુકાના એ.પી.એમ.સી. ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કેરી, શાકભાજી, ફળો સહિતના ખેત પેદાશો એ.પી. એમ.સી. દ્વારા જ ખેડૂતો વેચાણ કરે તો તેમને યોગ્ય અને સારો ભાવ મળી શકે અને તેમનું શોષણ થતું અટકે એ બાબતે જણાવ્યું હતું. એ.પી. એમ.સી. માર્કેટમાં લાયસન્સ લઈ વેપારીઓ ધંધો કરતા હોય છે જેથી ખેડૂતો સાથે છેતરપિંડી કે ઠગાઈ ના થાય એવું ડિરેકટરોએ જણાવ્યું હતું સાથે તેમણે ખેત પેદાશો એ.પી. એમ.સી. સુધી લાવતા ખેડૂતોને ભાડું સરકાર ચૂકવતી હોઈ છે જેવી માહિતી પણ આપી હતી. કેટલાક ખેડૂતો એ એ.પી.એમ.સીમાં કેરી લાવતા ખેડૂતોની કેરી નિગોડી અલગ અલગ ભાવ કરતા વેપારીઓ સામે કડક પગલાં લેવા સહિતની અનેક રજૂઆત પણ કરવામાં આવી હતી. એ.પી.એમ. સી. પ્રમુખ મુકેશભાઈ પટેલ દ્વારા તમામ મંડળીના સભાસદોને વરસાદનું આગમન જાય દરેક સભાસદોને ભેટ તરીકે છત્રી પણ આપવામાં આવી હતી સાથે તેમણે તમામ સભાસદોને તેમણે સહકાર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.*