Western Times News

Gujarati News

કપરા કોવિડ કાળ પછી  21 નાના ગોલ્ફર્સે જીજેજીટીની ત્રીજી સિઝનનો  પ્રારંભ કર્યો 

અમદાવાદ : ગુજરાત જૂનિયર્સ ગોલ્ફ ટુર (GJGT) સીઝન -3 નો હાલ મા બેલવેદેરે ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે પ્રારંભ થયો છે. 21 નાના ચેમ્પિયન્સે  ટી-ઓફફ કરીને સીઝનનો પ્રારંભ કર્યો હતો.

જેમાં  દરેક વ્યક્તિએ  બહાર એકત્ર થવાના નિયંત્રણને કારણે ફરજીયાત ઘરમાં રહેવુ પડતુ હતુ એવા મહિનાઓ સુધીના લૉક઼ડાઉન  પછી નાના ગોલ્ફર્સ તેમની  આળસ ત્યજીને  લાંબા સમય પછી પોતાની ગોલ્ફીંગ સ્કીલ રજૂ કરવા એકત્ર થયા હતા.

13થી 14 વર્ષના છોકરાઓના વય જૂથમાં માસ્ટર શાન અમીન વિજેતા બન્યો હતો તથા માસ્ટર પ્ણીત જોષી રનર્સ અપ બન્યો હતો. 12થી 11 વર્ષના વયજૂથમાં માસ્ટલ નીલ દવે  વિજેતા બન્યો હતો જ્યારે માસ્ટર આર્યમાન મગોત્રા રનર્સ-અપ બન્યો હતો.

10 થી 9 વર્ષના વયજૂથમાં માસ્ટર આદ્યંત સિંઘ, જીજેજીટીની પ્રથમ સીઝનના પ્લેયર ઓફ ધ સીઝન   માસ્ટર સુહાન શાહ કરતાં બહેતર રમત રમીને વિજેતા જાહેર થયો હતો, જ્યારે માસ્ટર અમીન અને માસ્ટર અર્ણવ પટેલ  8 થી 7 વર્ષના વયજૂથમાં  અનુક્રમે વિજેતા અને રનર્સ અપ જાહેર થયા હતા.

છોકરીઓના વિભાગમાં મીસ મન્નત સંગાર 15 થી 18 વર્ષના વયજૂથમાં વિજેતા બની હતી જ્યારે  મીસ અન્ન્યા કુમાર 13 થી 14 વર્ષના વયજૂથમાં વિજેતા બની હતી.

12થી 11 વર્ષના વય જૂથમાં ત્વીષા પટેલ સામેના પ્લેઓફફમાં  મીસ માહિકા અધિકારી વિજેતા બની હતી. તેણે ત્વીષા રનર્સ અપ જાહેર થઈ હતી.

મીસ રૂવિશ્કા ચુડાસમાએ  સૌથી નાની ઉંમરની છોકરીઓની કેટેગરી  ગણાતા  6થી 7 વર્ષના વયજૂથમાં વીનીંગ સ્ટાર્ટ સાથે  પ્લેયર ઓફ ધ સીઝનનુ ટાઈડલ હાંસલ કર્યુ હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.