કપરા સમયમાં સતત શાહરૂખ ખાનની પડખે ઉભો છે સલમાન
મુંબઈ, સિદ્ધાર્થ આનંદની શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં વિલંબની અસર સલમાન ખાન સ્ટારર ‘ટાઈગર ૩’ પર પણ પડી રહી છે. કારણ કે, બંને ફિલ્મ એકબીજા સાથે સંકળાયેલી છે. શાહરૂખ ખાન કે જે હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે તે દીકરા આર્યન ખાનને જામીન મળ્યા બાદ જ તેના આગળના વર્ક કમિટમેન્ટ્સ પર કોઈ ર્નિણય લેશે.
એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ ૨ ઓક્ટોબરે સ્પેન ગયો હતો. જાે કે, આર્યન ખાનના કેસ બાદ તે ભારત પરત ફર્યો હતો. મેકર્સ ત્યાં અલગ-અલગ ત્રણ સ્થળ પર બે સોન્ગનું શૂટિંગ કરવાના હતા. રિપોર્ટમાં તેમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, ‘પઠાણ’ પહેલી ફિલ્મ હતી જે તે અલગ-અલગ ત્રણ લોકેશન પર શૂટ થવાની હતી.
આ સિવાય, અન્ય કલાકારોની તારીખોનો ઉપયોગ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ‘એટલી’નું શૂટિંગ શાહરૂખના ડુપ્લિકેટ પ્રશાંત વાલ્દે સાથે લાંબા શોટ અને ઓવર ધ શોલ્ડરના સીક્વન્સ સાથે આગળ વધી રહ્યું છે. પઠાણ અને ટાઈગર ૩ સંકળાયેલી હોવાથી, સલમાન ખાનની ફિલ્મને પણ અસર પહોંચી છે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, સલમાન ખાન નજીકથી આર્યન ખાનના કેસનું ફોલો-અપ લઈ રહ્યો છે. એક્ટર અત્યારસુધીમાં ઘણીવાર શાહરૂખના ઘરની મુલાકાત લઈ રહ્યો છે અને સતત તેની પડખે ઉભો છે. ‘દબંગ’ સ્ટાર ફિલ્મ સિવાય રિયાલિટી શોમાં પણ વ્યસ્ત છે.
આ બધા કારણોસર તેણે ‘ટાઈગર ૩’નું રિહર્સલ ગયા અઠવાડિયે ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાં થનારી કથિત રેવ પાર્ટીમાં દરોડા પાડીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (એનસીબી) આર્યન ખાનની ધરપકડ કરી હતી. હાલ તે આર્થર રોડ જેલમાં બંધ છે. શાહરૂખ ખાન તેને જામીન પર મુક્ત કરાવાના પૂરતા પ્રયાસ કરી રહ્યો છે.SSS