કપાસિયા ઘોટા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બેનાં મોત
બનાસકાંઠા, બનાસકાંઠાના કપાસિયા ઘોટા ગામ પાસે આજે મોડી રાત્રે એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે બાઇક સવાર યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અમીરગઢ તાલુકાના કપાસિયા ધોટા ગામ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ધનપુરા અને કપાસિયા ગામના બે યુવકો મોડી રાત્રે બાઈક લઈને રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. આ જ સમયે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈક પરથી રોડ પર પટકાતા લોહીલુહાણ થયેલા બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો અને અમીરગઢ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સામે આવેલી તસવીરોમાં જાેઈ શકાય છે કે અજાણ્યા વાહનની ટક્કરે બાઇકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
બંને યુવકોના રોડ પર જ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત બનાવ સ્થળે લોહીના ખાબોચીયા ભરાયા હતા. બનાવ સ્થળે લોકો જ્યારે પહોંચ્યાં ત્યારે કમકમાટી છૂટી જાય તેવો દ્રશ્યો જાેવા મળ્યા હતા. સોમવારે દાહોદમાં અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં બાઇક ચાલકને ચમત્કારિક બચાવે થયો છે. એક યુવક ઓવરટેક કરવા જતાં બસની અડફેટે આવી ગયો હતો અને નીચે પટકાયો હતો. પરંતુ બસ ચાલકની સમય સૂચકતાથી યુવાનનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.SSS