Western Times News

Gujarati News

કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૧૯૧૦ રૂપિયા પર પહોંચ્યો

છેલ્લા ૧ મહિનામાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા ૮૦ થી ૧૦૦નો ભાવ વધારો નોંધાયો છે-સોયાબીન અને પામોલિનના ભાવ વધે તો કપાસિયા તેલના ભાવ વધી શકે છે.

રાજકોટ: કપાસિયા તેલમાં એક દિવસમાં રૂપિયા ૪૦નો ભાવ વધારો થયો છે.  કપાસિયા તેલમાં રૂપિયા ૪૦ નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂપિયા ૧૯૧૦ પહોંચ્યો છે. છેલ્લા ૧ મહીનાથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૧ મહિનામાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા ૮૦ થી ૧૦૦નો ભાવ વધારો નોંધાયો છે.

મોટાભાગે કપાસિયા તેલ એ સોયાબીન અને પામોલિન પર આધારિત તેલ છે. સોયાબીન અને પામોલિનના ભાવ વધે તો કપાસિયા તેલના ભાવ વધી શકે છે.

જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. જાે કપાસિયા તેલના ભાવમાં આવી રીતે સતત વધારો થશે તો લોકોને ધરવપરાશમાં તેલ ઓછું વાપરવું પડશે. છેલ્લા કેટલાક મહિનાથી કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કપાસિયા તેલમાં એક દિવસમાં રૂપિયા ૪૦ નો ભાવ વધારો થયો છે.

કપાસિયા તેલમાં રૂપિયા ૪૦ નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂપિયા ૧૯૧૦ પહોંચ્યો છે. છેલ્લા એક મહીનાથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. તો છેલ્લા ૧૦ દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા ૧૨૫ નો ભાવ વધારો નોંધાયો છે.

આજેર્ન્ટિનામાં હડતાળના પગલે સોયાબીનના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ, કપાસનું ઉત્પાદન ઘટતા કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે કપાસમાં ૧૩ થી ૧૪ % તેલ નીકળતું હોય છે.

પરંતુ આ વર્ષે કપાસનો પાક હળવો હોવાથી ૭ થી ૮% તેલ નીકળી રહ્યું છે. આ વર્ષે વરસેલા વધુ વરસાદે કપાસના પાકને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. જેની અસર હાલ કપાસિયા તેલમાં દેખાઈ રહી છે. આગામી દિવસોમાં હજુ કપાસિયા તેલના ભાવમાં વધારો જાેવા મળે તેવી શકયતા છે.

સોયાબીન મુખ્યત્વે આજેર્ન્ટિના, બ્રાઝિલ, અમેરિકા અને મધ્યપ્રદેશમાં થાય છે. મધ્યપ્રદેશમાં સોયાબીનનું ઉત્પાદન છે. તે માત્ર તેના રાજ્ય પૂરતું સીમિત છે. ત્યાં થતા ઉત્પાદનનો ઉપયોગ ત્યાં જ થઇ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.