Western Times News

Gujarati News

કપાસિયા તેલના ભાવમાં ૧૫ રૂપિયાનો ભાવ વધારો

Files Photo

રાજકોટ, મોઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો આપવામાં આવ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ફરી ૧૫ રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૩૦૦ની સપાટીએ પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ફરી ઉછાળો નોંધાતા ગૃહિણીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે.

આયાતી પામતેલમાં વધારો થતાં અન્ય સાઈડ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ કપાસિયા તેલમાં ફરી ડબ્બે ૧૫ રૂપિયાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે કપાસિયા તેલનો ડબ્બો ૨૨૧૫ રૂપિયાએ પહોંચ્યો છે. તેજી બાદ સીંગતેલ ૨૩૦૦ ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે.

નોંધનીય છે કે, નવેમ્બર માસમાં કેન્દ્રે ખાદ્યતેલની બેઝિક ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. નાણા મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તેલ પરનો કૃષિ સેસ ક્રૂડ પામ ઓઈલ માટે ૨૦% થી ઘટાડીને ૭.૫% અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે ૫% કરવામાં આવ્યો છે.

પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યુટી વર્તમાન ૩૨.૫% થી ઘટાડીને ૧૭.૫% કરવામાં આવી છે. ઘટાડા પહેલા, તમામ પ્રકારના ક્રૂડ ખાદ્ય તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ૨૦% હતો. ઘટાડા પછી, ક્રૂડ પામ ઓઈલ પર અસરકારક ડ્યુટી ૮.૨૫%, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર ૫.૫% હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.