કપિલના વારંવાર બોલાવવા છતાં ધોની શોમાં નથી જતો
મુંબઈ, ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો દર અઠવાડિયે લોકોનું મનોરંજન કરતો રહે છે. આ શોના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. દર અઠવાડિયે ઘણા બોલિવૂડ સેલેબ્સ આ શોની મુલાકાત લે છે અને કપિલ શર્મા અને તેની આખી ટીમ સાથે મળીને મસ્તી કરે છે. આ શો વર્ષોથી ટેલિવિઝન પર રાજ કરી રહ્યો છે.
ઘણીવાર શો બંધ થયો અને પાછો આવ્યો પછી પણ આ શોએ ક્યારેય તેનો ચાર્મ ગુમાવ્યો નથી. ધ કપિલ શર્મા શો સાથે જાેડાયેલા કેટલાક રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ. લોકો જાણે છે કે, બોલિવૂડથી લઈને રમતગમતની દુનિયામાં ભાગ્યે જ કોઈ ખેલાડી બચ્યો હશે કે કોઈ અભિનેતા બાકી હશે, જે અત્યાર સુધી આ શોમાં નહીં પહોંચ્યો હોય, તેમાંથી એક છે મહેન્દ્ર સિંહ ધોની, જે કપિલ શર્માના શોમાં પહોંચ્યા નથી.
એમએસ ધોની હંમેશા સોશિયલ મીડિયાની હેડલાઈન્સથી દૂર રહે છે, પરંતુ ઘણા લોકોને એવો સવાલ પણ થાય છે કે એમએસ ધોની ‘ધ કપિલ શર્મા શોમાં કેમ નથી જતા, વાત ૨૦૧૬ની છે, જ્યારે એમએસ ધોની પર એક બાયોપિક ફિલ્મ બની હતી, જેમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં હતા, આ ફિલ્મ હતી “એમએસ ધોની, ધ અનટોલ્ડ સ્ટોરી”.
કપિલે આ ફિલ્મના પ્રમોશન માટે એમએસ ધોનીને આમંત્રણ આપ્યું હતું, પરંતુ કપિલના ફોન છતાં, એમ.એસ. ધોની તેના શોમાં આવ્યા ન હતા, તેનું ન આવવાનું કારણ એ ક્યારેય કહેવામાં આવ્યું ન હતું કે તે આવવા માંગતા નથી.
સામાન્ય રીતે દરેક વખતે ધોનીની વ્યસ્તતાનું કારણ રહ્યું છે. ધોની ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કૂલ હતો. આ કારણે ધોની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં સતત વ્યસ્ત રહેતો હતો. ધોનીનો પહેલો પ્રેમ ફૂટબોલ રહ્યો છે. તે તેની શાળાની ટીમમાં ગોલકીપર હતો.
ફૂટબોલ પ્રત્યેનો તેમનો પ્રેમ સમયાંતરે સ્પષ્ટ થયો છે. તે ઈન્ડિયન સુપર લીગમાં ચેન્નાઈ એફસી ટીમનો માલિક પણ છે. ફૂટબોલ પછી તેને બેડમિન્ટન પણ ખૂબ ગમે છે. આ રમતો સિવાય ધોનીને મોટર રેસિંગમાં પણ ખાસ લગાવ છે. તેણે માહી રેસિંગ ટીમના નામથી મોટર રેસિંગમાં એક ટીમ પણ ખરીદી છે. મહેન્દ્ર સિંહ ધોની પોતાની હેર સ્ટાઇલ માટે પણ ફેમસ રહ્યો છે.
એક સમયે તેના લાંબા વાળ માટે જાણીતો હતો. ધોની સમયાંતરે હેરસ્ટાઇલ બદલતો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ધોની ફિલ્મસ્ટાર જ્હોન અબ્રાહમના વાળનો દિવાનો છે. મહેન્દ્ર સિંહ ધોનીને ૨૦૧૧માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા. ધોનીએ ઘણી વખત કહ્યું છે કે ભારતીય સેનામાં જાેડાવું તેનું બાળપણનું સપનું હતું.SSS