એવું તે શું થયું કે, કપિલ શર્માના શોમાં નોરાએ ગુરુ રંધાવાને કિસ કરી
મુંબઇ, ધ કપિલ શર્માના શોના લેટેસ્ટ એપિસોડમાં એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની સાથે ટેલેન્ટેડ સિંગર ગુરુ રંધાવાની જાેડી જાેવા મળશે. કપિલ શર્માના શોમાં બંને પોતાના લેટેસ્ટ સોંગને પ્રમોટ કરતાં જાેવા મળશે. કપિલ શર્માએ આ વખતે પણ નોરા ફતેહી સાથે ફ્લર્ટ કરતાં જાેવા મળ્યો હતો.
View this post on Instagram
શોમાં કપિલ શર્મા શરમાતો જાેવા મળ્યો હતો અને સાથે જ તેણે નોરાને જલપરી પણ કહેતો જાેવા મળ્યો હતો. ઓલ બ્લેક આઉટફીટમાં ગુરુ રંધાવાનો અલગ લુક જાેવા મળી રહ્યો હતો. જ્યારે ગ્રે ડ્રેસમાં નોરા ફતેહી આકર્ષક લાગી રહી હતી. કપિલ શર્માએ ગુરુ રંધાવાને માછીમાર કહ્યો હતો કે જે નોરા (જલપરી)ની પાછળ પડ્યો છે.
આ સાથે જ કપિલ નોરા સાથે ફ્લર્ટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગુરુ તેના નાના ભાઈ જેવો છે તેમ જણાવી કહ્યું હતું કે, તેની સામે નોરા સાથે ફ્લર્ટ કરતાં તે ગભરાતો નથી. આ સાથે તેણે નોરાને કહ્યું હતું કે, તે ગુરુને ચોકલેટ લેવા મોકલે જેને કારણે તે બંને એકલા સમય પસાર કરી શકે. આ સાંભળીને નોરા ફતેહી શરમાઈ ગઈ હતી. જે બાદ કપિલ શર્માએ ગુરુ રંધાવાને એક ફોટો આલ્બમ આપ્યો હતો અને કહ્યું હતું કે, તે તેની અંદરની તસવીરો જુએ.
જે બાદ કપિલ નોરા અને ગુરુની વચ્ચે જઈને બેઠો હતો. આલ્બમમાં બોલીવુડની અભિનેત્રીઓ ક્રિતી સેનન, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, વાણી કપૂર, યામી ગૌતમ અને અન્ય હીરોઈનોના ફોટા હતા. આ આલ્મબ જાેઈ ગુરુ કપિલની સામે આશ્ચર્યથી જાેઈ રહ્યો હતો. જે બાદ કપિલે કહ્યું હતું કે, ઘણી એક્ટ્રેસ છે તેમ છતાં દર વખતે કેમ નોરાને જ પસંદ કરે છે. જે બાદ તમામ લોકો હસી પડ્યા હતા.
આ સાથે કપિલે ગુરુની મજાક ઉડાવવાનું ચાલુ રાખ્યું હતું અને પુછ્યું હતું કે, છેલ્લા વિડીયોમાં તે નોરાને રોબોટ બનાવી, આ વિડીયોમાં જલપરી બનાવી. સાચેમાં જણાવજે મનમાં શું બનાવવાનું વિચારી રહ્યો છે. આ સવાલ સાંભળી ગુરુ શરમાઈ ગયો હતો અને કહ્યું હતું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે તે શોમાં આવશે ત્યારે તેનો જવાબ આપશે.
આ ઉપરાંત કપિલે કહ્યું કે, અગાઉ નાચ મેરી નાની અને બાદમાં ડાન્સ મેરી રાની. તું શું આ તમામ વિડીયો ફક્ત નોરા સાથે સમય પસાર કરવા માટે બનાવે છે કે કેમ. આ ઉપરાંત કપિલે નોરાને ગુરુ રંધાવાના ડાન્સ અંગે સવાલ કર્યો હતો. જેના પર નોરાએ કહ્યું હતું, જાે તે મારી સાથે નથી હોતો તે નાચતો નથી. અને બાદમાં નોરાએ ગુરુ રંધાવાના ડાન્સ સ્ટેપની નકલ કરી રમૂજ કરી હતી. અને કહ્યું હતું કે આવું તે માત્ર ત્યારે જ કરે છે જ્યારે હું તેની સાથે નથી હોતી.
કપિલ આ સમયે પોતાની હસી રોકી શક્યો ન હતો. પણ ગુરુને આ મજાક પસંદ આવી ન હતી. જે બાદ માફી માગતા નોરા ફતેહીએ ગુરુ રંધાવાને બધાની વચ્ચે જ ગાલ પર કિસ કરી લીધી હતી.SSS