કપિલના શોમાં ભારતી સિંહની વાપસી બાદ શૂટિંગ શરૂ કરાયું
મુંબઈ: ભારતી સિંહ કોમેડી સીરિઝ ધ કપિલ શર્મા શોનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. ભારતી સિંહે લાલ ડ્રેસ પહેરીને તૈયાર થયેલી ભારતી સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં જાેઈ શકો છો કે ભારતીએ એમ્બ્રોઈડરી કરેલો ડ્રેસ, ગળામાં સેટ, ઈઅરરિંગ્સ, બંગડીઓ પહેરી છે. ભારતીએ શો માટે પોતાના કેરેક્ટરના અવતારમાં આવી ગઈ છે. ભારતીએ પોતાની વિવિધ તસવીરો શેર કરતાં લખ્યું, લાલ બે દિલોના બોન્ડિંગનો રંગ છે ? દર શનિ-રવિ રાત્રે ૯.૩૦ કલાકે.
આ હેશટેગ પરથી સ્પષ્ટ થાય છે કે, ધ કપિલ શર્મા શોમાં ભારતીની વાપસી થઈ છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી હતી. એ વખતે મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, ભારતી સિંહને ધ કપિલ શર્મા શોમાંથી પડતી મૂકાઈ છે.
જાે કે, ભારતીની આ પોસ્ટ પરથી અગાઉ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો ખોટા હતા તે સાબિત થઈ ગયું છે. અગાઉ ભારતી સિંહના સાથી કલાકાર કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે, ચેનલે આવી કોઈ ચર્ચા કરી હોય કે ર્નિણય લીધો હોય તેની જાણ મને નથી. જાે આવું કંઈ થશે તો પણ હું ભારતીની સાથે છું અને હું તેને સપોર્ટ કરીશ.
તેણે હવે કામ પર પરત ફરવું જાેઈએ. જે થઈ ગયું તે થઈ ગયું. અમે ભારતી સાથે છીએ. હું અને કપિલ બંને ભારતીની પડખે છીએ. આ ઉપરાંત ધ કપિલ શર્મા શોમાં વિવિધ રોલ કરતાં કોમેડિયન અને એક્ટર કિકૂ શારદાએ પણ ભારતીને શોમાંથી કાઢી મૂકાઈ હોવાની વાત ફગાવી હતી. મહત્વનું છે કે, ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઓફિસ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દરોડા પાડ્યા હતા. દરમિયાન તેમને કપલ પાસેથી કુલ ૮૬.૫ ગ્રામ ગાંજાે મળી આવ્યો હતો. જે બાદ ભારતી અને હર્ષની ધરપકડ થઈ હતી. બંનેએ ગાંજાે લીધો હોવાનું સ્વીકાર્યું હતું.
જાે કે, એક રાત જેલમાં વિતાવ્યા પછી તેઓ જામીન પર મુક્ત થયા હતા. જામીન પર છૂટ્યા પછી ભારતી અને હર્ષ પોતાના કામે વળગ્યા હતા. હાલમાં જ તેમણે સિંગર આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ ઉપરાંત કોરિયોગ્રાફર પુનિત પાઠક અને નિધિના લગ્ન તેમજ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.