કપિલનો શો અન્ય કારણોસર શૉ છોડ્યો: અલી અસગર
મુંબઇ, ટીવીના લોકપ્રિય પ્રોગ્રામની વાત કરવામાં આવે તો તેમાં કપિલ શર્મા શૉનું નામ ચોક્કસપણે લેવામાં આવે. થોડા સમય પહેલા ઉપાસના સિંહ, અલી અસગર અને સુનીલ ગ્રોવરે આ શૉને અલવિદા કહ્યુ હતું.
તેમના શૉ છોડવાનું કારણ કપિલ શર્મા સાથેના મતભેદ માનવામાં આવતુ હતું પરંતુ હવે વર્ષો પછી સામે આવ્યું છે કે આખરે અલી અસગરે આ શૉ કેમ છોડ્યો હતો? કોમેડિયન અને એક્ટર કપિલ શર્માના કોમેડી શૉ ધ કપિલ શર્મા શૉને લોકો ખૂબ પસંદ કરે છે.
આ શૉની પ્રથમ સીઝનને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ શૉમાં જેટલા પણ એક્ટર્સ કામ કરે છે, તેઓ આજે ફેમસ છે. ઘરઘરમાં લોકો તેમને ઓળખે છે. પછી તે કપિલની બુઆ એટલે કે ઉપાસના સિંહ હોય, ગુત્થી એટલે કે સુનીલ ગ્રોવર હોય કે દાદી એટલે કે અલી અસગર હોય. પરંતુ જેમ જેમ શૉ આગળ વધ્યો તેમ તેમ વિવાદો થયા અને ઘણાં એક્ટર્સ શૉથી અલગ થઈ ગયા.
સુનીલ ગ્રોવર, ઉપાસના સિંહ અને અલી અસગરે આ શૉને અલવિદા કહ્યું. વર્ષ ૨૦૧૭થી અલી અસગર આ શૉનો ભાગ નથી. અત્યાર સુધી માનવામાં આવતુ હતું કે કપિલ શર્મા સાથેના અણબનાવને કારણે તે અલગ થઈ ગયો હતો, પરંતુ પાંચ વર્ષ પછી તેના કારણનો ખુલાસો થયો છે. શૉમાંથી નીળ્યા પછી અલી અસગરે એક ઈન્ટર્વ્યુ આપ્યુ હતું જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેણે કપિલ શર્મા સાથેના મતભેદોને કારણે નહીં પણ અન્ય કારણોસર શૉ છોડ્યો છે. રિપોર્ટ અનુસાર, અલી અસગરે ક્રિએટિવ ડિફરન્સિસને કારણે શૉ છોડ્યો હતો.
અલી અસગરે કહ્યુ હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે. જીવનમાં ઘણીવાર એવી સ્થિતિ આવે છે જ્યારે તમારી સામે બે રસ્તા ઉપલબ્ધ હોય છે અને તમારે કપરા ર્નિણયો લેવાના હોય છે. હું શૉ અને સ્ટેજને મિસ કરુ છું. અમે એક ટીમની જેમ કામ કર્યુ હતું.
અલીએ આગળ જણાવ્યું કે, મેં ક્રિએટીવ ડિફરન્સને કારણે શૉ છોડ્યો હતો, કારણકે મારું પાત્ર સ્થિર થઈ ગયુ હતું. પ્રોફેશન દ્રષ્ટિએ મને લાગ્યું કે હવે આ વધારે પડતું થઈ ગયું. મારું કામ જાણે રોકાઈ ગયું છે અને સુધારાની કોઈ આશા નથી. ૫૫ વર્ષીય અભિનેતા અલીએ તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, તે ઓટીટી શૉ નહીં કરે.
અલીનું માનવું છે કે કોમેડિયનની ઈમેજ ઘણી મજબૂત હોય છે અને ઓડિયન્સ તેમને અન્ય રોલમાં જાેવાનું પસંદ નહીં કરે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ઉપાસના સિંહે પણ ખુલાસો કર્યો હતો કે તેણે કપિલ શર્મા સાથેના મતભેદના કારણે નહીં પણ પોતાની મરજીથી શૉ છોડ્યો હતો. કપિલ સાથે હજી પણ તેની વાતચીત થાય છે. ઉપાસનાએ જણાવ્યું કે જ્યારે કપિલ મારા માટે સારું પાત્ર લખશે, હું શૉ જરુર કરીશ.SSS