કપિલ શર્માએ પહેલીવાર દીકરાનો ચહેરો દેખાડ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/kapil-sharma-1024x576.jpg)
ફેબ્રુઆરી મહિનામાં કોમેડિયન કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથને ત્યાં બીજા સંતાનનો જન્મ થયો હતો
મુંબઈ: આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં, કોમેડિયન કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથને ત્યાં બીજા સંતાનનો જન્મ થયો હતો. બર્થ ડેના દિવસે કપિલ શર્માએ દુનિયાને દીકરાનું નામ જણાવ્યું હતું. નીતિ મોહનની બર્થ ડે વિશના જવાબમાં કપિલે દીકરાના નામનો ખુલાસો કર્યો હતો. નીતિએ લખ્યું હતું કે, ‘હેપી બર્થ ડે પાજી. તમને અને તમારા પરિવારને ખૂબ પ્રેમ. હવે તો દીકરાનું નામ જણાવો. જેના જવાબમાં કપિલે લખ્યું હતું કે, ‘આભાર નીતિ આશા છે કે તું તારી સારી રીતે દેખરેખ રાખી રહી હશે. અમે તેનું નામ ત્રિશાન પાડ્યું છે’. અને ત્યારથી, કપિલ શર્માના ફેન્સ તેના દીકરાની પહેલી તસવીર જાેવા માટે તલપાપડ થઈ રહ્યા હતા.
હવે, ફાધર્સ ડેના દિવસે કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર દીકરા ત્રિશાનની પહેલી તસવીર શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં કપિલ શર્મા ચહેરા પર સ્મિત સાથે કેક કટ કરતો જાેવા મળ્યો હતો. તેના ખોળામાં બેઠેલી દીકરી અનાયરા સુંદર લાગતી હતી. બીજી તરફ, ત્રિશાાન પપ્પા સાથે વ્હાઈટ ટી-શર્ટ અને કેપમાં ટિ્વનિંગ કરતો જાેવા મળ્યો હતો. બાળકો સાથેની ક્યૂટ તસવીર શેર કરીને કપિલ શર્માએ લખ્યું હતું કે, પબ્લિકની ભારે માગણી પર અનાયરા અને ત્રિશાન પહેલીવાર એકસાથે. કપિલ શર્માએ જેવી તસવીર શેર કરી કે તેનું કોમેન્ટ સેક્શન ઉભરાઈ ગયું. આ તસવીર પર કોમેન્ટ કરતાં નીના ગુપ્તા, રિચા શર્મા, સોફી ચૌધરી, કનિકા કપૂર, સુમોના ચક્રવર્તી, વરુણ શર્મા સહિતના સેલેબ્સે હાર્ટ ઈમોજી મૂક્યું છે. તો નીતિ મોહને લખ્યું છે ‘પાજી…આપણો જૂનિયર તદ્દન તમારા પર ગયો છે.
તો શક્તિ મોહને કપિલ શર્માને ‘ડેડી કૂલ’ કહ્યો છે. આ સિવાય ફેન્સે પણ ત્રિશાનને પપ્પાની કોપી અને ક્યૂટ ગણાવ્યો છે. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, ફેબ્રુઆરી મહિનામાં ધ કપિલ શર્મા શો ઓફ થતાં કોમેડિયન-એક્ટર કપિલ શર્મા પેટરનિટી બ્રેક પર હતો. જાે કે, શો હવે ટૂંક સમયમાં ટીવી સ્ક્રીન પર નવી સીઝન સાથે પાછો આવવાનો છે. થોડા દિવસ પહેલા જ શોની ક્રિએટીવ ટીમની મીટિંગ યોજાઈ હતી.