Western Times News

Gujarati News

કપિલ શર્માએ શો બંધ થવાનું હવે જણાવ્યું અસલી કારણ

મુંબઈ, આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કપિલ શર્મા વ્હીલચેર પર બેસીને એરપોર્ટ પરથી બહાર નીકળી રહ્યો હોય તેવી તસવીરો વાયરલ થઈ હતી, જેણે ઘણી ચર્ચા ઉભી કરી હતી. આટલું જ નહીં આ સમયે તેનો શો પણ ઓફ થયો હોવાથી તેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. તે સમયે કપિલ શર્માએ તેને પીઠમાં ઈજા પહોંચી હોવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં શોની નવી સીઝન સાથે પરત ફરવાનું વચન આપ્યું હતું.

કોમેડિયને તે વચન પાળ્યું અને ઓગસ્ટમાં ‘ધ કપિલ શર્મા શો’ની નવી સીઝન શરૂ થઈ. નવી સીઝન પણ અગાઉની તમામ સીઝનની જેમ લોકોને હસાવી રહી છે અને મનોરંજન પૂરું પાડી રહી છે.

આ દરમિયાન કપિલ શર્માનો એક નવો વીડિયો વાયરલ થયો છે જેમાં તે હેલ્થને લગતી સમસ્યા વિશે વાત કરતો જાેવા મળી રહ્યો છે. વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, તેને સ્પાઈનમાં ઈજા પહોચી હતી અને દુખાવો એટલો હતો કે તેણે પથારીવશ થવું પડ્યું હતું, આટલું જ નહીં તેને પોપ્યુલર શો પણ બંધ કરવા પડ્યો હતો.

તે સમયે તે લાચારી અનુભવી રહ્યો હતો વીડિયોમાં કપિલ શર્માએ કહ્યું હતું કે ‘તેની શરૂઆત ૨૦૧૫માં થઈ હતી. તે સમયે મને આના વિશે વધારે જાણ નહોતી અને ત્યારે હું અમેરિકામાં હતો. મને તકલીફ થઈ રહી હતી અને હું ડોક્ટરને મળ્યો હતો. ડોક્ટરે મને એપિડ્યૂરલ આપ્યું હતું, મને દુખાવાથી રાહત જાે મળી પરંતુ સમસ્યા જેવી હતી તેવી જ રહી. તે બાદ આ વર્ષના જાન્યુઆરીમાં મને ફરીથી તકલીફ થઈ હતી.

આગળ તેણે કહ્યું હતું કે અત્યારે ઘણી રાહત છે. સ્પાઈનની સમસ્યા એવી છે કે, આપણે કહીએ છીએ ને કે આ તો કરોડનું હાડકું છે, આ ઉદાહરણ એટલા માટે જ આપવામાં આવે છે કે જાે તમારા કરોડના હાડકામાં તકલીફ થઈ તો બધું અટકી જાય છે. મારી સાથે પણ આમ થયું હતું, શો પણ આ જ કારણે મારે ઓફ એર કરવો પડ્યો હતો’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.