કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની જોડીને ફરી એકવાર શાૅ પર જોવા ઇચ્છે છે,
મુંબઇ, કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની જોડી ટેલિવિઝન પરની સૌથી હિટ અને ફેમસ જોડી માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા સુનિલ અને કપિલે એકબીજાના રસ્તા અલગ કરી લીધા હતા. સાથે જ તેમના ઝઘડાની ખબર ઘણીવાર આવતી રહેતી હોય છે. હાલમાં જ કપિલ શર્માએ સુનિલ ગ્રોવરને ટેગ કરીને એક ટિ્વટ કરી હતી. કપિલે તેમના દોસ્ત સુનિલ ગ્રોવરને જન્મદિનની શુભકામનાઓ પાઠવતા ટિ્વટ કરી હતી અને લખ્યુ હતું કે, હેપ્પી બર્થ ડે પાજી.. તેનો જવાબ આપતા સુનિલે લખ્યુ કે, તમારી વિશ માટે થેન્ક્યુ ભાજી.
Thank you bha ji for your wishes and love. ???? https://t.co/UNb2zWWY1F
— Sunil Grover (@WhoSunilGrover) August 3, 2020
તમને જણાવી દઇએ કે સુનિલ ગ્રોવરનો જન્મદિવસ ૩ ઓગસ્ટના રોજ હતો. સુનિલ ૪૩ વર્ષના થયા છે. સુનિલ અને કપિલના ફેન્સ આ બંનેની જોડીને ફરી એકવાર શાૅ પર જોવા ઇચ્છે છે, જેથી કોમેડીની મજા બેગણી વધી જશે. બંનેના ફેન્સ ટિ્વટ કરીને માંગ કરી રહ્યાં છે કે બંને ફરી એક વાર સાથે દેખાય.
સુનિલ ગ્રોવરે તેમના શરૂઆતી જીવનમાં રેડિયોમાં કામ કર્યુ અને બાદમાં તેમણે એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યુ હતું. તેમણે કપિલ શર્મા શાૅ સિવાય કેટલક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે જેમાંની સૌથી મોટી હિટ છે ગબ્બર ઇઝ બેક.