કપિલ શર્મા ગીતા માટે ગીત ગાતો વીડિયોમાં નજરે પડ્યો

મુંબઈ: કપિલ શર્મા કોમેડીની સાથે-સાથે સિંગિંગ માટે પણ જાણીતો છે. ધ કપિલ શર્મા શો દરમિયાન કોમેડિયન ઘણીવાર તેની આ સ્કિલ દેખાડી ચૂક્યો છે. અપકમિંગ એપિસોડમાં તે કોરિયોગ્રાફર ગીતા કપૂર માટે ગીત ગાતો જાેવા મળશે. કપિલના શોમાં આ વખતે ગીતા કપૂર, ગણેશ આચાર્ય અને ટેરેંસ લુઈસ ગેસ્ટ બનીને આવવાના છે. આ દરમિયાન તે ગીતા માટે દિલ તો બચ્ચા હૈ જી ગીત ગાશે.
જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં સોન્ગ ગાયા બાદ કપિલ ગીતા કપૂર પ્રત્યેની ફીલિંગ વ્યક્ત કરતો જાેઈ શકાય છે. તે કહી રહ્યો છે કે, તમે મને ખૂબ પસંદ છો. કાલે જ્યારે હું ઘરડો થઈ જઈશ ત્યારે મનમાં ન રહેવું જાેઈએ કે, યાર તે મને પસંદ હતી અને કહ્યું નહીં. કપિલની આ વાત સાંભળીને ગીતા પર થોડી શરમાઈ જાય છે. આ સિવાય કપિલ ટેરેંસ લુઈસની મજાક પણ ઉડાડતો દેખાશે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કપિલ કહી રહ્યો છે કે, ગીતાને ડાન્સની મા કહે છે, ગણેશ આચાર્યને ડાન્સના બાપ કહે છે.
તો ટેરેંસ સર શું તમે હજુ બાળક છો? આ સિવાય કપિલે ટેરેંસને કહ્યું કે, ‘સર મારે તમને એક વાત પૂછવી છે. ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના સેટ પર કોઈ પણ ફીમેલ ગેસ્ટ આવતી હતી અથવા કોઈ જજ આવતી હતી તો તમે તેને સ્ટેજ પર લેવા જતા હતા, હાથ પકડીને છોડવા પણ જતા હતા. તમે આટલી પકડમપકડી કરી તો કોઈનો ઢંગથી હાથ પકડીને ઘર કેમ નથી વસાવી લેતા સર. ગણેશ આચાર્ય કપિલના શોમાં પત્નીને સાથે લઈને આવ્યા હતા.
કપિલે તેમના વખાણ કરતાં કહ્યું કે, સર એટલા સ્વીટ છે કે તેમને જાેઈને લાગતું નથી કે આમણે ક્યારેય કોઈ એવી વાત કહી હશે કે જેનાથી ભાભીજી નારાજ થઈ ગયા હોય. તો ગણેશે કહ્યું કે, ‘મારી પત્ની મારા કરતાં વધારે સ્વીટ છે’. તો કપિલે કહ્યું કે, ‘મારો ઘરવાળો આટલો સ્વીટ હોય તો હું તેને વેચી આવું’. આ વીડિયો પરથી લાગે છે કે, કપિલના શોનો અપકમિંગ એપિસોડમાં હાસ્યની જબરદસ્ત છોળો ઉડવાની છે.