કપિલ સિબ્બલે પોતાની પાર્ટીને એક નબળો પક્ષ ગણાવ્યો
નવીદિલ્હી: કોંગ્રેસનાં જી-૨૩ નેતાઓ જેવા કે આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હૂડા, મનીષ તિવારી, રાજ બબ્બર શાંતિ પરિષદમાં જાેડાયા હતા. અહીં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાની વાત કરી હતી
જે નબળી દેખાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પરિષદ દરમિયાન બોલતા તેમણે પોતાની પાર્ટીને એક નબળો પક્ષ ગણાવ્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, સત્ય એ છે કે કોંગ્રેસ પાર્ટી નબળી થતી જાેવા મળી રહી છે અને તેથી જ અમે અહીં એકઠા થયા છીએ. અમારે એકઠા થઇને પાર્ટીને મજબૂત બનાવવી પડશે. આ સાથે જ કપિલ સિબ્બલે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ગાંધીજી સત્યનાં માર્ગ પર ચાલ્યા, આ સરકાર અસત્યનાં માર્ગે ચાલે છે.
રાજ્યસભાનાં સાંસદની મુદત પૂરી થયા બાદ ગુલામ નબી આઝાદની જમ્મુની આ પહેલી મુલાકાત છે. કપિલ સિબ્બલ પણ તેમની સાથે હાજર હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજાેગોમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
કોંગ્રેસનાં નબળાઈથી દેશ પણ નબળો પડી જશે, તેથી અમે તેને અહીં મજબૂત બનાવવા અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આવ્યા છીએ. દરેક રાજ્યમાં કોંગ્રેસની વાસ્તવિક પરિસ્થિતિથી પરિચિત છે. અમે ગુલામ નબી આઝાદને સંસદમાંથી આઝાદી મળે તેવું ઈચ્છતા ન હોતા. કોંગ્રેસ ગુલામ નબી આઝાદનાં અનુભવનો ઉપયોગ કરી રહી નથી.