કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં સૈફ-કરીના સામેલ થયા
મુંબઈ: ક્રિસમસ પર દર વર્ષે કપૂર પરિવાર એન્યુઅલ ક્રિસમસ લંચનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ કુણાલ કપૂરના ઘરે ક્રિસમસ લંચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કપૂર પરિવારના સભ્યો સામેલ થયા છે. કરીના-સૈફથી લઈને કરિશ્મા અને આદર-અરમાન સુધીના સભ્યો લંચ માટે કુણાલ કપૂરના ઘરે આવ્યા હતા.
૨૪ ડિસેમ્બરની રાત્રે પોતાના ઘરે કરીના કપૂર અને સૈફ અલી ખાને ક્રિસમસ ડિનરનું આયોજન કર્યું હતું. જેમાં પરિવારના કેટલાક સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
ત્યારે આજે કરીના પતિ અને દીકરા સાથે ક્રિસમસ લંચ માટે આવી હતી. ગ્રીન એથનિક વેરમાં કરીના કપૂર ખૂબ જ સુંદર લાગતી હતી. બેબોનો બેબી બંપ આ ડ્રેસમાં જાેવા મળી રહ્યો હતો. તો સૈફ અલી ખાન હંમેશાની જેમ ઝભ્ભામાં જાેવા મળ્યો હતો. વ્હાઈટ કૂર્તા-પાયજામામાં નાનકડો તૈમૂર પિતા સાથે ટિ્વનિંગ કરી રહ્યો હતો.
તેના બંને હાથમાં રમકડાં જાેવા મળી રહ્યા હતા. પટૌડી ફેમિલી માસ્ક પહેરીને પહોંચ્યું હતું. જાે કે, ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે માસ્ક ઉતાર્યા હતા. કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં રણબીર કપૂર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે આવ્યો હતો.
ગયા વર્ષે પણ કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં સાથે પહોંચેલા લવ બર્ડ્સ હંમેશા ચર્ચામાં રહે છે. આ વર્ષે પણ કપલે સાથે પોઝ આપ્યો હતો. ગ્રે ફૂલ સ્લીવ્ઝ ટી-શર્ટ, બ્લેક પેન્ટ અને બૂટમાં રણબીર કપૂર હેન્ડસમ લાગતો હતો.
આલિયા ભટ્ટ પફ્ડ સ્લીવ્ઝના ગ્રીન ડ્રેસમાં ગોર્જિયસ લાગતી હતી. સેન્ટા ક્લોઝની ટોપીમાં આલિયા ક્યૂટ દેખાતી હતી. આલિયા અને રણબીર લંચમાં ગિફ્ટ સાથે પહોંચ્યા હતા. રણબીરના હાથમાં સરસ રીતે પેક કરેલી ગિફ્ટ જાેઈ શકાય છે. ક્રિસમસ લંચમાં કરિશ્મા કપૂર પોતાના બાળકો સાથે આવી હતી.
મલ્ટી કલર સ્કર્ટ અને બ્લેક ટોપમાં કરિશ્મા સ્ટાઈલિશ લાગતી હતી. દીકરી સમાયરા અને દીકરો કિઆન રાજ કપૂર રેડ કપડામાં જાેવા મળ્યા હતા. કરિશ્મા ગત રાત્રે કરીનાના ઘરે યોજાયેલા ક્રિસમસ ડિનરમાં પણ હાજર રહી હતી. લંચમાં રીમા જૈનનો દીકરો અરમાન પત્ની અનિસા સાથે આવી પહોંચ્યો હતો. અરમાને વ્હાઈટ લાઈનિંગવાળું શર્ટ પહેર્યું હતું. જ્યારે ગ્રીન ડ્રેસ અને બ્લૂ ગોગલ્સમાં અનિસા સ્ટાઈલિશ લાગતી હતી. અરમાન અને અનિસા પણ લંચમાં ગિફ્ટ લઈને પહોંચ્યા હતા.