Western Times News

Gujarati News

કફ્ર્યુુમાં લગ્ન બદલ આયોજક સામે ફરિયાદ નોંધવામાં આવી

પ્રતિકાત્મક

રાજકોટ: કોરોના સંક્રમણ વધવાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ કરફ્યુ લાદ્યા બાદ રાત્રી કર્ફ્‌યુ દરમિયાન હજારોની સંખ્યામાં કરફ્યુ ભંગ કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.

સેંકડોની સંખ્યામાં વાહન પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. તો સાથોસાથ સેંકડોની સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સના ભંગની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ દ્વારા શહેરના સાધુવાસવાણી રોડ ઉપર વિશ્વકર્મા સોસાયટીમાં રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગ ચાલુ હોય

ત્યાં જઈને પુત્રના લગ્ન પ્રસંગનું આયોજન કરનાર પિતા ગેલાભાઇ રાહાભાઇ કિલ્હા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ રાત્રી કર્ફ્‌યુ દરમિયાન સાધુવાસવાણી રોડ પર ગુરુનાનક પંજાબી હોટલ ચાલુ રાખતા તેના સંચાલક મુકેશ સિંહ ભગતસિંહ ડાંગી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત રાત્રી કર્ફ્‌યુ દરમિયાન રાજકોટ શહેર પોલીસ દ્વારા કર્ફ્‌યુનો ભંગ કરનાર ૧૩૦થી પણ વધુ વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજકોટ શહેરના ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા દ્વારા અગાઉથી જ શહેરીજનોને સુચના આપવામાં આવી હતી કે, લગ્ન કરવા માટેની કોઇપણ જાતની મંજૂરી લોકોએ પોલીસ સ્ટેશનમાંથી મેળવવાની રહેશે નહીં. પરંતુ રાત્રી કર્ફ્‌યુ દરમિયાન કોઈપણ લગ્ન પ્રસંગે કોઈપણ જાતના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે તેમ છતાં કોઈપણ વ્યક્તિ કે કોઈપણ સંસ્થા રાત્રી કર્ફ્‌યુ દરમિયાન કોઈપણ લગ્ન કે કોઈપણ કાર્યક્રમ યોજશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિવસે અને દિવસે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

મંગળવારના રોજ રાજકોટ શહેરમાં કોરોના વાયરસના ૯૪ પોઝિટિવ કેસ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જ્યારે કે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચોપડે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા ટેસ્ટિંગ અંતર્ગત ૬૬ વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.