કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા બે શખ્સ પકડાયા
અમદાવાદ, બાવળા ખાતે પોલીસે વોચ ગોઠવી કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા બે શખ્સોને પકડી તેમની પાસેથી ૧૮૪ કફ સીરપન્ની બોટલ સહીત રૂા.૧ લાખનોો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીમાં એક બહેરામપુરા ખાતે રહેતો હોવાનું જાણવા મળે છે. પોલીસે કફ સીરપના જથ્થાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે જીલ્લામાં નશીલા પદાર્થની બદી નાબુદ કરવા માટે સુચના આપી હતી. જેના પગલે બાવળા પોલીસ મથકના પીઆઈ આર.ડી. વગેરે ટીમને જરૂરી સુચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેથી બાવળા પોલીસ મથકની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે ચોકકસ બાતમીના આધામરે બાવળા ખાતે વોચ ગોઠવી કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા બે શખ્સોને કફ સીરપની ૧૮૪ બોટલ કિ.રૂ.ર૧ હજાર સાથે પકડી પાડયા હતા.
પકડાયેલા શખ્સોમાં મોહંમદ રફીક સિપાઈ (રહે. બહેરામપુરા તથા ભુપત ખલીફા રહે. બાવળાની સમાવેશ થાય છે. જયારે માજીદ રહે જમાલપુર અને વિઠ્ઠલ પટેલ રહે. બાવળાને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા આરોપીઓના કબજામાં કફ સીરપની ૧૮૪ બોટલ ઉપરાંત મોબાઈલ ફોન રીક્ષા તથા બાઈક મળી કલ રૂા.૧ લાખનો મુદ્દામા પોલીસે જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓ આ જથ્થો કયાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.