કબીર સિંહની રિલીઝ બાદ બધા પાસે ભીખારીની જેમ ગયો
મુંબઈ, મંગળવારે શાહિદ કપૂરની ફિલ્મ જર્સીનું ટ્રેલર લોન્ચ થયું હતું. ટ્રેલર લોન્ચ દરમિયાન શાહિદ કપૂરે મીડિયા સાથે વાત કરી હતી. શાહિદની છેલ્લી ફિલ્મ કબીર સિંહ બોક્સઓફિસર પર જબરદસ્ત હિટ રહી હતી. ત્યારે આ ફિલ્મ રિલીઝ થયા પછી શાહિદ કપૂરે કેવી ફિલ્મોની પસંદગી કરી તેના વિશે વાત કરી છે.
બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, શાહિદે કહ્યું છે કે, કબીર સિંહ બાદ તે ૨૦૦-૨૫૦ કરોડ કમાતી ફિલ્મોના મેકર્સ પાસે ગયો હતો. એક્ટરે કહ્યું, કબીર સિંહ રિલીઝ થયા પછી હું ભીખારીની જેમ બધા પાસે ગયો હતો. જેમણે ૨૦૦-૨૫૦ કરોડની ફિલ્મો બનાવી હતી તે બધાની પાસે હું ગયો હતો. હું ક્યારેય આ ક્લબનો ભાગ નહોતો બન્યો એટલે મારા માટે આ તદ્દન નવું હતું.
ઈન્ડસ્ટ્રીમાં ૧૫-૧૬ વર્ષ વિતાવ્યા છે છતાં મારી ફિલ્મોએ આટલી કમાણી અગાઉ નહોતી કરી. એટલે જ્યારે મારી ફિલ્મ આટલું કમાઈ ત્યારે મને નહોતી ખબર કે કોની પાસે જવું, મારા માટે આ બધું જ નવું હતું.
હું સલાહ માગવા ગયો ત્યારે કેટલાક લોકોએ મને કોલેજિયન છોકરાનો રોલ કરવાની તો કેટલાકે કબીર સિંહ જેવા અગ્રેસીવ રોલ કરવાની તો અમુકે એક્શન ફિલ્મમાં કામ કરવાનું કહ્યું હતું. જાેકે, સાચું કહું તો મને નહોતી ખબર કે શું કરવું પણ હું આભારી છું કે મને જર્સી ગમી અને તે કરવાનું મારા મગજમાં બેઠું હતું.
શાહિદે આગળ કહ્યું, તમે કહી શકો છો કે, મેં જર્સી (કબીર સિંહ પહેલા શાહિદને જર્સી ફિલ્મ ઓફર થઈ હતી) ના કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા હતા. એટલે આ પછી પણ મારી સાથે કામ કરવાનો શ્રેય ગૌતમને જાય છે અને હું ખુશ છું કે મેં આ ફિલ્મ કરી. હું કહી શકું છું કે આ અત્યાર સુધીની મારી બેસ્ટ ફિલ્મ છે.
શાહિદે મીડિયા સાથેની વાતચીત દરમિયાન એમ પણ જણાવ્યું કે, તેણે જર્સીની વાર્તા કબીર સિંહની રિલીઝ પહેલા સાંભળી હતી. તેણે ઉમેર્યું, જ્યારે મેં ઓરિજિનલ તેલુગુ ફિલ્મ જાેઈ ત્યારે હું ખૂબ રડ્યો હતો. મેં મીરા અને મારી મેનેજર સાથે આ ફિલ્મ જાેઈ હતી અને મને રડતો જાેઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
તેમણે મારા રડવાનું કારણ પૂછ્યું હતું. ત્યારે મેં કીધું હતું કે મારા દિલના ઊંડા ખૂણે કંઈક એવું છે જે મને આ ફિલ્મ સાથે જાેડે છે. ત્યાર બાદ ‘કબીર સિંહ’ રિલીઝ થઈ પરંતુ જર્સીની વાર્તા મારા દિલની નજીક રહી હતી. હું આ પાત્ર ભજવવા માગતો હતો.SSS