Western Times News

Gujarati News

કબૂતરબાજી રેકેટમાં મેડમ ઓફ મેક્સિકોને શોધતી પોલીસ

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત પોલીસ હાલ એક મહિલાને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે, આ મહિલાનું નામ મેડમ એમ અથવા મેક્સિકોવાળા મેડમ તરીકે રાજ્યમાં પકડાયેલા ઘણા કબૂતરબાજ એજન્ટોના મોબાઈલમાં સેવ છે. પોલીસનું માનવું છે કે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી રેકેટ ચલાવતા સ્મગલરો અને એજન્ટોને આ મેડમ મદદ કરે છે અને તે મેક્સિકોના ઈમિગ્રેશન વિભાગ સાથે જાેડાયેલા છે.

તપાસકર્તા અધિકારીઓ જેઓ ગુજરાતમાંથી અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરી માટે માનવ તસ્કરીના કૌભાંડની ગુજરાતમાં તપાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે તેઓ આવા ઘણા શંકાસ્પદ ઈમિગ્રેશન એજન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જે પૈકી મોટાભાગના એજન્ટ એક જ વ્યક્તિના સંપર્કમાં છે અને તે છે મેક્સિકોવાલા મેડમ અથવા તો મેડમ ઓફ મેક્સિકો.

હવે ગુજરાત પોલીસ આ ઈમિગ્રેશન અધિકારીની ઓળખ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જાન્યુઆરી મહિના દરમિયાન અમેરિકામાં ગેરકાયદેસર રીતે કેનેડા બોર્ડરથી પ્રવેશવાના પ્રયાસમાં ગાંધીનગરના ડીંગુચાના એક પટેલ પરિવારના ચાર લોકોના મૃત્યુ બાદ, આંતરાષ્ટ્રીય સ્તરે આવા એજન્ટો અને તસ્કરી ગેંગ સામે કાર્યવાહી આરંભાઈ છે. જેમાં ગુજરાતમાંથી યુએસમાં માનવ તસ્કરી દ્વારા લોકોને લઈ જતા આવા આઠ એજન્ટોનો ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો હતો અને ધરપકડ કરી હતી. ત્યારે તપાસ કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે “અમે તેમના ફોન પર કોન્ટેક્ટ લિસ્ટ, ઓડિયો મેસેજ અને વોટ્‌સએપ મેસેજ ચેક કર્યા. જેમાં એક નામ વારંવાર સામે આવ્યું છેઃ મેક્સિકોવાળા મેડમ”

આ અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, “અમને ઓછામાં ઓછા ૨૦ એજન્ટોના ફોન પર આ મહિલાનો સંપર્ક નંબર મળ્યો જે એજન્ટો હાલમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન કૌભાંડમાં સામેલ હોવાના કારણે અમારા સ્કેનર હેઠળ છે. આ મહિલા કથિત રીતે મેક્સિકન સરકારમાં કામ કરે છે. તે હાલમાં તુર્કીના ઈસ્તાંબુલમાં ફરજ બજાવે છે. આમ પણ તુર્કી-મેક્સિકો-યુએસ રૂટ ઘણા માનવ તસ્કરી કરતા એજન્ટો દ્વારા પસંદ કરવામાં આવે છે.

તપાસકર્તા અધિકારીઓ આવી રીતે ગેરકાયદે વિદેશ જનારાઓને નાણાં પૂરા પાડવામાં ગુજરાતના બે આંગડિયા અને દિલ્હીના એક એજન્ટની સંડોવણીની પણ તપાસ કરી રહ્યા છે.

સમગ્ર મામલે જાણકારી ધરાવાત એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે “આંગડિયાઓ આ સમગ્ર ટ્રિપ માટે નાણાંકીય ખર્ચ કરે છે અને વ્યક્તિ દીઠ ફી તરીકે રૂ. ૨૫ લાખ વસૂલે છે. એકવાર આ રીતે વિદેશ જનાર યુ.એસ.માં સ્થાયી થયા પછી, તે/તે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં આંગડિયાઓનો ઉપયોગ કરીને હવાલા દ્વારા નાણાં મોકલે છે.” જ્યારે મેક્સિકોવાળા મેડમ આવા એક માઈગ્રન્ટ પેટે લગભગ ઇં૬,૦૦૦ થી ઇં૭,૦૦૦ વસૂલે છે.

અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘આ મહિલા લગભગ ૧૫ વર્ષથી આ પોસ્ટ પર કામ કરી રહી છે. એજન્ટોના ફોનમાંથી મળેલી ઓડિયો ફાઇલો પર, તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે મેડમે ફાઇલ ક્લિયર કરી દીધી છે અને તુર્કીથી મેક્સિકોમાં ઇમિગ્રેશનમાં હવે કોઈ સમસ્યા નથી.

પોલીસ હવે આ મહિલા વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરી રહી છે. ગાંધીનગરના ડીંગુચાના એક પટેલ પરિવારના ચાર લોકો ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે કેનેડા બોર્ડર નજીક થીજી જવાથી મૃત્યુ પામ્યા બાદ રાજ્યમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનક કૌભાંડ સરકારી એજન્સીઓના સ્કેનર હેઠળ આવ્યું હતું. તેમના મૃત્યુએ યુએસ અને કેનેડાની એજન્સીઓને રાજ્યમાંથી ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવામાં વધુ સારા સંકલન માટે ગુજરાત પોલીસનો સંપર્ક કરવો પડ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.