કમલનાથને શુક્રવાર સાંજે ૫ વાગ્યા સુધીમાં બહુમતી પુરવાર કરવાનો સુપ્રીમનો આદેશ
નવી દિલ્હી, મધ્યપ્રદેશમાં સર્જાયેલી રાજકીય કટોકટીનાં પગલે ફ્લોર ટેસ્ટ માટે સુપ્રીમ કોર્ટમાં બે દિવસ ચાલેલી લાંબી રજૂઆતો બાદ આજે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથને આવતીકાલ શુક્રવાર સાંજે ૫ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરી બહુમતી પુરવાર કરવાનો આદેશ આપતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપનાં અગ્રણી અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટનાં આદેશને આવકાર આપ્યો છે. જ્યારે કોંગ્રેસમાં સન્નાટો ફેલાઈ ગયો છે. સુપ્રીમ કોર્ટનાં આદેશનાં પગલે હવે આવતીકાલે વિધાનસભામાં સવારથી જ ચહલપહલ જોવા મળશે.