કમલનાથે ચુંટણી પ્રચારનો ભંગ કર્યો છે: ચુંટણી પંચ
નવીદિલ્હી, ચુંટણી પંચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથ પર કડક વલણ અપનાવતા કહ્યું છે કે તેમણે એક ભાજપ મહિલા ઉમેદવારના સંબંધમાં આઇટમ જેવા કોઇ શબ્દનો પ્રયોગ કરી ચુંટણી પ્રચારના નિયમનો ભંગ કર્યો છે પંચે તેમને સલાહ આપતા કહ્યું છે કે કોઇ જાહેરસભાને સંબોધિત કરવા દરમિયાન આવા શબ્દોનો ઉપયોગ ન કરે ખાસ કરીને ત્યારે જયારે આચાર સંહિતા લાગુ હોય.
ડબરામાં ચુંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર ઇમરતી દેવી માટે આઇટમ શબ્દનો પ્રયાગ કર્યા બાદ સોમવારે ચુંટણી પંચે કમલનાથને એક નોટીસ જારી કરી હતી. ભાજપે પણ કોઇ મહિલાના અપમાનને ધ્યાનમાં રાખી કોંગ્રેસની ટીકા કરી છે હકીકતમાં કેટલાક ભાજપનેતાઓ દ્વારા ફરિયાદ કરવા પર અને રાષ્ટ્રીય મહિલાપંચ દ્વારા નારાજગી વ્યકત કર્યા બાદ ચુંટણી પંચ તરફથી કમલનાથને નોટીસ મોકલવામાં આવી છે.HS