કમલમ ખાતે 250 જેટલા અધ્યાપકો કેસરિયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા
ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આશરે 8 જેટલી વિવિધ યુનિવર્સિટીના લગભગ 250 જેટલા અધ્યાપકશ્રીઓ આજે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ તેમજ પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે કેસરિયો ખેસ અને ટોપી પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
દેશના ભાવિ પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની હોય છે. નવી શિક્ષણ નીતીના આઘારે ભવિષ્યના ભારતનો પાયો વધુ મજબૂત થશે – શ્રી પ્રો.મહેન્દ્રભાઇ પાડલીયા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 13 મે ના રોજ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આશરે 8 જેટલી વિવિધ યુનિવર્સિટીના લગભગ 250 જેટલા અધ્યાપકશ્રીઓ આજે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ તેમજ પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે કેસરિયો ખેસ અને ટોપી પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જેમાં પ્રો.ડો.જયવંતસિંહ સરવૈયા,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અધ્યાપકશ્રી ડો. કમલેશભાઇ પટેલ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. ક્રિપાલસિંહ પરમાર,ડો.નારણસિંહ ડોડીયા,ગુજરાત યુનિવર્સિટીના ડો.આર.એસ.પટેલ સહિતના અધ્યાપકો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષણ સેલના સંયોજક શ્રીઓ શ્રી પ્રો.મહેન્દ્રભાઇ પાડલીયા અને શ્રી મનુભાઇ પાવરાએ પ્રદેશના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીનું સ્વાગત કર્યુ.આ કાર્યક્રમમાં શ્રી મહેન્દ્રભાઇ પાડલીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે મોટી સંખ્યામાં અધ્યાપકો ભાજપમાં જોડાયા છે. ભાજપા સરકાર હંમેશા શિક્ષકોના હિતની ચિંતા કરે છે. આજે જે અધ્યાપકો ભાજપામાં જોડાયા છે તેમનું સ્વાગત કરુ છું. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતી કરી રહ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની દરેક યોજનાને છેવાડાના માનવી સુઘી પહોંચે તેની ચિંતા કરે છે. નવી શિક્ષણ નીતીની કોરોના કાળમાં જાહેરાત કરી અને સવા બે લાખ જેટલા લોકોના મંતવ્ય લઇ શિક્ષણ નીતી બનાવવામાં આવી છે. નવી શિક્ષણ નીતી ખૂબ સારી બનાવી છે અને નવી શિક્ષણનિતીનો કયાય વિરોધ થયો નથી. નવી શિક્ષણનીતીનો અમલ ટુંક સમયમાં થવાનો છે. નવી શિક્ષણ નીતીના આઘારે ભવિષ્યના ભારતનો પાયો વધુ મજબૂત થશે. દેશની ભાવિ પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની હોય છે.
આગામી વિઘાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મહેનત કરવા હાંકલ કરી. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, શિક્ષણસેલના સંયોજકશ્રીઓ શ્રી મહેન્દ્રભાઇ પાડલીયા, શ્રી મનુભાઇ પાવરા ,ભાજપના આગેવાનશ્રી જયરાસિંહ પરમાર તેમજ જુદી-જુદી યુનિવર્સિટીના અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.