Western Times News

Gujarati News

કમળા ગામડીમાંથી વિદેશી દારૂ ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી LCB ખેડા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશી / વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી

દારૂના કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે એમ.ડી.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અ.હેડ.કો વિનોદકુમાર , ઋતુરાજસિંહ , ધર્મપાલસિંહ , અમરાભાઇ ,.કેતનકુમાર વિગેરે પોલીસ માણસો સાથે મે.પો.મહાનિદેશક ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ પ્રોહી / જુગાર ડ્રાઇવ અન્વયે નડીયાદ રૂરલ પો

.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઇન્સ એમ.ડી.પટેલ તથા અ.હેડ.કો. ધર્મપાલસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે કમળા ગામડી વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ બાબુભાઇ વાઘેલા રહે . કમળા ગામ ગામડી વિસ્તાર તા.નડીયાદ જી.ખેડા નાઓને તેમના પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાંથી વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ -૮૩ કિં.રૂ .૩૩,૧૦૦ /

તથા એક મોબાઇલ ફોન કિં.રૂ .૫૦૦૦ / – તથા અંગજડતીના રોકડા ૧૧૦૦ / – મળી કુલ્લે રૂ .૩૯,૨૦૦ / – ના મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી સદર ઇસમો વિરુદ્ધમાં નડીયાદ રુરલ પો.સ્ટે . પ્રોહિ . ધારા હેઠળ ગુનો રજી . કરવામાં આવેલ છે અને સદરહું ગુનાની આગળની વધુ તપાસ નડીયાદ રૂરલ પો.સ્ટે નાઓ કરી રહેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.