કમળા ચોકડી ખાતેથી ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ જિલ્લામાં દેશી દારૂ તથા જુગારના કેસો શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વી.કે.ખાંટ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ
આજરોજ અહેડકો સુભાષભાઇ, મહાવીરસિંહ મુકેશકુમાર, હિતાર્થ , સવસીહ એ રીતેના પોલીસ માણસો સાથે સરકારી વાહન સાથે નડીયાદ રૂરલ પો સ્ટે વિસ્તારમાં ચાર્ટર સંબંધી કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કમળા ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા હતા.
દરમ્યાન એક એસ ગ્રે કલરની સેવરોલેટ કંપનીની એવીઓ મોડલની શંકાશ્પદ ગાડી આવતી હોય જેને કોર્ડન કરી રોકી લઇ આરોપી જાકીરહુસેન સાબીરહુસેન શેખ રહે .૧૫૦૨ વસંત ગજેંદર ગટકરનગર ચાર માણીયા નારોલ રોડ અમદાવાદ નાઓ પાસેથી જીજે.૦૧.કે.એમ .૯૬૫૩ ની ગાડીમાં ૧૧ મીણીયાની કોથળામાં ૧૧૦ પ્લાની કોથળીમાં ૩૩૦ લીટર દેશી દારૂ કિ.રૂ .૬૬૦૦ / – દેશી દારૂ તથા ગાડી કિ.રૂ. ૧,૦૦,૦૦૦ / –
તથા અંગ જડતીના રોકડ રૂ .૩૦૦ / – તથા મોબાઇલ ફોન કિ.રૂ .૫૦૦૦ / – મળી કુલ્લે કિ.રૂ .૧,૧૧,૯૦૦ / – નો મુદ્દામાલ વગર પાસપરમીટનો રાખી હેરાફેરી કરતા જાહેરમાથી મળી આવી પકડાઇ ગયેલ જેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી નડીયાદ રુરલ પોસ્ટે.ગુનો રજી.કરાવી આગળની વધુ તપાસ અ.હેડકો.મુકેશકુમાર બાબુભાઇ બ.નં .૧૦૦૫ એસ.ઓ.જી.ખેડા – નડીયાદ નાઓ કરી રહેલ છે.*