Western Times News

Gujarati News

કમિન્સની અડધી સદીથી મુંબઈનો ૫ વિકેટે પરાજય

પુણે, પેટ કમિન્સ (૧૫ બોલમાં ૫૬ રન, ૬ સિક્સ, ૪ ફોર) ની ઐતિહાસિક ઈનિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ-૨૦૨૨ના ૧૪માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને ૫ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે મુંબઈનો ટૂર્નામેન્ટમાં સતત ત્રીજાે પરાજય થયો છે.

જ્યારે કોલકત્તાની સાથે ત્રીજી જીત અને છ પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકત્તાએ ૧૬ ઓવરમાં ૫ વિકેટે ૧૬૨ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

પેટ કમિન્સની આ આઈપીએલ ઈતિહાસની સંયુક્ત રૂપથી સૌથી ઝડપી અડધી સદી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે ૧૪ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને એક ઓવરમાં ૩૫ રન ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. પેટ કમિન્સે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. આ પહેલાં કેએલ રાહુલે ૧૪ બોલમાં અડધી સદી પૂરી કરી હતી.

પેટ કમિન્સે જે રીતે ઈનિંગ રમી તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે તેણે એક ઓવરમાં ૩૫ રન ફટકારી દીધા. ડેનિયલ સેમ્સની એક ઓવરમાં પેટ કમિન્સે ચાર સિક્સ ફટકારી હતી. આ પહેલાં ટોસ ગુમાવીને મુંબઈ ઈન્ડિયન્સે ૪ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા.

મુંબઈનો સ્કોર ૧૫ ઓવર બાદ ત્રણ વિકેટે ૮૩ રન હતો. સૂર્યકુમાર યાદવ (૩૬ બોલમાં ૫૨ રન, પાંચ ફોર, બે સિક્સ) અને તિલક વર્મા (૨૭ બોલમાં અણનમ ૩૮) એ ચોથી વિકેટ માટે ૮૩ રનની ભાગીદારી કરી હતી. મુંબઈએ છેલ્લી ૫ ઓવરમાં ૭૮ રન જાેડ્યા જેમાં પોલાર્ડના પાંચ બોલમાં અણનમ ૨૨ રન સામેલ છે. તેણે કેકેઆરના સફળ બોલર કમિન્સ (૪૯ રનમાં બે વિકેટ) ની અંતિમ ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી હતી. ઉમેશ યાદવે ૨૫ રન આપી બે વિકેટ ઝડપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.