કમીશન વધારાની માંગણી સાથે પેટ્રોલ પંપ સંચાલકોનું રાજયવ્યાપી આંદોલન
રાજકોટ, છેલ્લા એક સપ્તાહથી કમિશન વધારાની માંગણી સાથે રાજકોટ સહિત રાજયભરમાં લડત ચલાવી રહેલા પેટ્રોલ પંપ સંચાલકોએ આજે પણ લડત ચાલુ રાખી હતી અને અમદાવાદ ખાતે એક નવતર કાર્યક્રમ યોજી ‘કાળો દિવસ’ મનાવ્યો હતો. અને ઉપવાસ આંદોલન પણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજયભરનાં પેટ્રોલ પંપ સંચાલકો છેલ્લા એક સપ્તાહથી કમિશન વધારાની માંગણી સાથે આંદોલન અને લડત કરી રહ્યા છે. આ લડતનાં ભાગરૂપે પેટ્રોલ પંપ સંચાલકો દર ગુરૂવારે પેટ્રોલ-ડિઝલની ખરીદી કરતા નથી. દરમ્યાન આજે ગુરૂવારે પણ રાજયભરનાં પેટ્રોલ પંપ સંચાલકો એ ખરીદી અને વેંચાણ બંધ રાખેલ હતું.
દરમ્યાન આજરોજ રાજકોટ સહિત રાજયભરના પ0 થી 60 પેટ્રોલ પંપ સંચાલકો અમદાવાદનાં સિંધુ ભવન ખાતે એકત્ર થયા હતા અને કાળા કપડા ધારણ કરી ‘કાળો દિવસ’ મનાવ્યો હતો. અને ઉપવાસ આંદોલન પણ કર્યુ હતું.