Western Times News

Gujarati News

કમોસમી વરસાદથી ખેડૂત બેહાલ : ઉદ્ધવ ઠાકરે

File

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપની સાથે સરકાર બનાવવાને લઇને ચાલી રહેલા મતભેદો વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના મુદ્દા પર વધારે આક્રમક દેખાઈ રહ્યા છે. એકબાજુ સરકારની રચનાને લઇને ઉદ્ધવે કહ્યું છે કે, થોડાક દિવસમાં જ ચિત્ર બિલકુલ સ્પષ્ટ થઇ જશે.

બીજી બાજુ તેઓએ ખેડૂતોના સંકટને લઇને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ઉદ્ધવે કહ્યું છે કે, કમોસમી વરસાદના પરિણામ સ્વરુપે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. બેંકોને પણ તેઓ અપીલ કરવા માંગે છે કે, ખેડૂતોના દેવાને માફ કરવામાં આવે. આના માટે પણ કેન્દ્ર સરકારે ખેડૂતોની મદદ કરવાની તૈયારી દર્શાવી જાઇએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, તેઓ કેન્દ્ર સરકારને અપીલ કરવા માંગે છે કે તે દરેક ખેડૂતને ઓછામાં ઓછા ૨૫૦૦૦ રૂપિયાની મદદ કરે. કારણ કે, તેમના પાકને ભારે નુકસાન થયું છે.

સમગ્ર મહારાષ્ટ્રની યાત્રા કરવાની પણ વાત કરી છે. મરાઠવાડાની સ્થિતિ પશ્ચિમ મહારાષ્ટ્રની જેમ જ ખુબ જ ખરાબ છે. આ સંકટને દૂર કરવા માટે સતત પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. ઉદ્ધવે કહ્યું છે કે જ્યાં સુધી શિવસેના છે ત્યાં સુધી અમે ખેડૂતોની રજૂઆતના મુદ્દાને ઉઠાવતા રહીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.