Western Times News

Gujarati News

કમોસમી વરસાદના કારણે ખેડૂતોની દિવાળી બગડી

અમદાવાદ: ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ઓક્ટોબર મહીનામાં વરસાદ નોંધાયો હતો. કોઇ વિસ્તારમાં નહી પરંતુ સમગ્ર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી બની છે. નિશ્ચિત વરસાદ કરતા ઘણો વધારે વરસાદ પડી ચુક્યો છે. તેમ છતા પણ મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઇ રહ્યા. ઓક્ટોબર મહીનો હોવા છતા પણ ગુજરાતમાં હજી પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરવલ્લીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધનસુરા અને માલપુર પંથકમાં વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદી છાંટાથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ચિંતાજોવા મળી રહી છે.

ખાંભા તેમજ નાનુડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ અનેક ગામોમાં વરસાદ તુટી પડ્યો હતો. જો કે કમોસમી વરસાદનાં કારણે પહેલાથી જ પરેશાન ખેડૂતોની ચિંતામા વધારો થયો છે. ગોંડલ શહેર અને પંથક માં વરસાદ નોંધાયો હતો. ભરૂડી, પીપળીયા, ભુનાવા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. અસહ્ય અને ગરમીથી ત્રસ્ત લોકોને વરાસદના કારણે રાહત મળી હતી.

જો કે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી કફોડી થઇ હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની સાથે જ શહેરમાં લાઈટ ગુલ થઇ. ગોંડલ રાજકોટ હાઇવે પર પણ વરસાદ પડ્યો હતો. ભુણાવા, હડમતાળા અને ભરૂડી સહિતના ગામો પર ભારે પવન સાથે વરસાદ. કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. મુન્દ્રા માંડવી તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લો પ્રેશરના કારણે આજે સાંજથી કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. વરસાદ સાથે ૩૬નો આંકડો ધરાવતા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.