કયારેક વિદેશી કંપનીઓને બોલાવનારા આજે કૃષિ સુધારાનો દુષ્પ્રચાર: વડાપ્રધાન મોદી
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના બહરાઇચમાં રાજા સુહેલદેવ સ્મારકનો શિલાન્યાસ કરતા કિસાન આંદોલન,બંગાળથી લઇ યુપી સુધીના રાજનીતિક ગણિતની સાંધ્યા હતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન આંદોલનને પણ ટીપ્પણી કરી હતી તેમણે કહ્યું કે કયારેક વિદેશી કંપનીઓને ભારતમાં આવવા દેનાર લોકો આજે દેસી કંપનીઓની વિરૂધ્ધ વાતાવરણ બનાવી રહ્યાં છે કિસાનોના હિતમાં બનેલ કૃષિ કાનુનોની વિરૂધ્ધ ભ્રમ ફેલાવવામાં લાગ્યા છે. દુષ્પ્રચાર કરી રહ્યાં છે
આજે ગામના ગરીબ કિસાન જાેઇ રહ્યાં છે કે તેમના નાના ઘર અને જમીનને બચાવવા માટે કોઇ સરકાર આટલી મોટી સ્કીમ ચલાવી રહી છે. વડાપ્રધાને એકવાર ફરી કિસાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે કૃષિ કાનુનોને લઇ સતત ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે લોકોએ કિસાનોની જમીન છીનવી લીધી તે ઇચ્છતા નથી કે કિસાનોની આવક વધે અમારી સરકાર દેશના પ્રત્યેક નાગરિકને સમર્થ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે સ્વામિત્વ યોજના હેઠળ ગામોમાં લોકોને અધિકાર આપવાનું કામ કર્યું છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની રાજનીતિને સાધતા કહ્યું કે દેશ માટે જીવ ન્યોછાવર કરનારને તે જગ્યા આપવામાં આવી નથી જેના તેઓ હકદાર હતાં ઇતિહાસ બનાવવનારાઓની સાથે ઇતિહાસ લખનારાઓએ જે અન્યાય કર્યો છે તેને આજનું ભારત સુધારી રહ્યુ છે તેમણે કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોસ આઝાદ હિંદ સરકારના પહેલા વડાપ્રધાન હતાં શું તેમના યોગદાનને આ મહત્વ આપવામાં આવ્યું જે તેમને મળવું જાેઇતુ હતું આજે લાલ કિલાથી લઇ અંડમાન નિકોબાર સુધી અમે તેની ઓળખને દુનિયાની સામે રાખી છે
મોદીએ કહ્યું કે દેશની ૫૦૦થી વધુ રિયાસતોને એક કરનારા સરદાર પટેલની સાથે શંું થયં આ દેશ સારી રીતે જાણે છે
આજે દુનિયાની સૌથી મોટી પ્રતિમા સરદાર પટેલની છે જે આપણને પ્રેરણા આપી રહી છે વંચિતોનો અવાજ આંબેડકરને પણ રાજનીતિક ચશ્મા બતાવવામાં આવ્યા આજે ભારતથી લઇ ઇગ્લેન્ડ સુધી તેમના સ્મારકોને વિકસિત કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહચાઇચમાં મહારાજા સુહેલગેવ રાજભરના સ્મારકનો શિલાન્યાસ કર્યો અહીં ૪૦ ફુટ ઉંટી કાંસ્ય પ્રતિમા બનશે તેમણે કહયું કે તેની આસપાસના વિસ્તારમાં વિકાસ થશે અને લોકોને રોજગાર મશે અહીં દુકાનોનું નિર્માણ કરવામાં આવશે
જેથી સ્થાનિક શિલ્પકાર પોતાના ઉત્પાદનોને અહીં વેચી શકશે તેમણે કહ્યું કે મને મહારાજા સુહેલદેવજીના ભવ્ય સ્મારકના શિલાન્યાસનું સૌભાગ્ય મળ્યું છે. આ આધુનિક અને ભવ્ય સ્મારક એતિહાસિક ચિતૌરા ઝીલના વિાસ બહરાઇચ પર મહારાજા સુહેલદેવના આશીર્વાદને વધારશે અને આવનારી પેઢીઓને પ્રેરિત કરશે તેમણે કહ્યું કે પોતાના પરાક્રમથી માતૃભૂમિનું માન વધારનારા રાષ્ટ્ર નાયક મહારાજા સુહેલદેવની જન્મભૂમિ અને ઋષિ મુનિઓએ અહીં તપ કર્યું બહરાઇચની આ પુષ્ણભૂમિને હું નમન કરૂ છું.
વડાપ્રધાને કહ્યું કે મહારાજા સુહેલદેવને ઇતિહાસમાં તે સ્થાન ન મળ્યું જેના તે હકદાર હતાં તેમણે કહ્યું કે દેશનો ઇતિહાસ તે નથી જે ભારતને ગુલામ બનાવનારા અને ગુલામીની માનસિકતા રાખનારા લોકોએ લખ્યું છે ઇતિહાસ તે પણ છે તો લોકકથાઓના માધ્યમથી એક પેઢી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે અમારો પ્રયાસ છે કે આપણેે દેશના મહાપુરૂષોનું સમ્માન કરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમા ઇતિહાસ આસ્થા અધ્યાત્મ સંસ્કૃતિથી જાેડાયેલ જેટલા પણ સ્મારકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
તેનું ખુબ મોટું લક્ષ્ય પર્યટનને પ્રોત્સાહન આપવાનું પણ છે ઉત્તરપ્રદેશ તો પર્યટન તીર્થાટન બંન્ને મામલામાં સમૃધ્ધ પણ છે અને તેની ક્ષમતાઓ પણ અપાર છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કોરોનાની સારી વ્યવસ્થા માટે પ્રશંસા કરી અને કહ્યું કે તેમના કુશલ નેતૃત્વે કોરોને ફેલાવાતો અટકાવાયો
વડાપ્રધાને કહ્યું કે મહારાજા સુહેલદેવજીના નામ પર બનાવવામાં આવેલ મેડિકલ કોલેજને એક નવું અને ભવ્ય ભવન પણ મળ્યુ છે બહરાઇચ વિકાસની આકાંક્ષી જીલ્લામાં આરોગ્ય સુવિધા વધારનાર અહીંના રહેનારાના જીવનને સરળ બનાવનાર બનશે તેનો લાભ આસપાસના જીલ્લા શ્રાવસ્તી બલારામપુર સિધ્ધાર્થનગરને તો મળશે આ સાથે જ નેપાળથી આવનારા દર્દીઓને પણ મદદ કરશે