કયા દેશ પાસે કેટલા અણુશસ્ત્રો છે, જાણો છો

પ્રતિકાત્મક તસવીર
વિશ્વના નવ દેશોના અણુશસ્ત્રોની માહિતી જાહેર: ભારત કરતા પાકિસ્તાન પાસે વધુ વોરહેડ-વિશ્વના 90 ટકા અણુશસ્ત્રો રશિયા અને અમેરિકા પાસે
નવી દિલ્હી, યુક્રેન પરના રશિયાના આક્રમણના પગલે હવે NATO સહિતના દેશો યુક્રેનને બચાવવામાં દરમ્યાનગીરી કરવામાં ભય અનુભવી રહ્યા છે
અને તેમાં સૌથી મોટી ચિંતા રશિયા અને પશ્ર્ચિમના દેશો વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળવાની પણ છે તે સમયે વિશ્વમાં અત્યારે કુલ 13130 અણુ શસ્ત્રો (વોરહેડ) છે અને તેમાં 90 ટકા રશિયા અને અમેરિકા પાસે વિશ્વના 9 દેશો કે જેઓએ અણુશસ્ત્ર બનાવવાનો પ્રારંભ કર્યો હતો
તેની અપડેટ યાદી બહાર આવી ગઈ છે અને ભારત તેમાં સાતમાં ક્રમે છે. રશિયા પાસે કુલ 6257 અણુશસ્ત્રો છે. નંબર બે સ્થાને અમેરિકા આવે છે જેની પાસે 5550 અણુશસ્ત્રો હોવાની સતાવાર માહિતી છે. ત્રીજા નંબરે ચીન આવે છે જેની પાસે 350 અણુશસ્ત્રો છે.
ફ્રાંસ 290 સાથે ચોથા નંબરે બ્રીટન 225 અણુશસ્ત્રો સાથે પાંચમાં નંબરે, પાકિસ્તાન 165 અણુશસ્ત્રો સાથે છઠ્ઠા નંબરે, ભારત 156 અણુશસ્ત્રો સાથે સાતમા નંબરે, ઈઝરાયેલ પાસે 90 અણુશસ્ત્રો છે અને તે આઠમા ક્રમે છે જયારે ઉતર કોરીયા પાસે 40થી50 અણુશસ્ત્રો હોવાનું મનાય છે અને તે નવમા ક્રમે છે.