Western Times News

Gujarati News

કયા પાટીદાર અગ્રણીઓ મુખ્યમંત્રીને મળ્યા, શું રજૂઆત કરી

પાટીદાર અગ્રણીઓની મુખ્ય પ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત -ખોડલધામ અને ઉમિયાધામના આગેવાનો ઉપસ્થિત રહયા

અમદાવાદ, ગુજરાત રાજયમાં નવા મુખ્યમંત્રીની નિયુકિત થઈ બાદ પાટીદાર આગેવાનો એ મુલાકાત લીધી છે. આ મુલાકાતને એક શુભેચ્છા મુલાકાત માનવામાં આવે છે. આ મુલાકાત બાદ ખોડલધામ મંદીર ટ્રસ્ટના નરેશ પટેલે મીડીયા સામે કહયું હતું કે, આ એક શુભેચ્છા મુલાકાત છે અને માતાજીના દર્શન કરવા આવવા માટેનું આમંત્રણ આપ્યું છે.

જે મુદ્દાઓ પાટીદાર સમાજને સ્પર્શે છે તેનું હજુ સુધી કોઈ પરીણામ આવ્યું નથી. આવનારા દિવસોમાં એક કમીટી એમને મળશે અને ચર્ચા વિચારણા કરશે. આંદોલનમાં થયેલા કેસને પાછા ખેચવાનો પણ મુદ્દો રહયો છે. પરંતુ આ અંગે તેમજ ઓબીસી કેટેગરીમાં સમાવવા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.

આ માટે અમારી બંને સંસ્થા સાથે મળીને ચર્ચા કરશે. અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં આવી રહેલી વર્ષ ર૦રરની વિધાનસભા ચુંટણીના પગલે પાટીદાર સમાજ સક્રીય થયો છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને પાટીદાર સમાજના તમામ ધામિર્ક શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ વડાઓ વચ્ચ ખાસ મુલાકાત યોજાઈ હતી.

જેમાં પટેલ સમાજની બંને સંસ્થા આગેવાન નરેશ પટેલઅને ઉંઝા ઉમીયાધામના મણીભાઈ બાબુભાઈ જમનાદાસ પટેલ સીદસરના જયરામભાઈ પટેલ, સોલા ઉમીયા કેમ્પસના વાસુદેવભાઈ પટેલ, રમેશભાઈ દુધવાળા તથા ખોડલધામના દિનેશભાઈ કુંભાણી વગેરે ૭૦ જેટલા પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

આ સાથે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહયા હતા. વર્ષ ર૦રરની વિધાનસભા ચુંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એક મંચ પર એકત્રીત થશે એવા એધાણ વર્તાઈ રહયા છે. આ મુલાકાત દરમ્યાન પાટીદાર સમાજ અને સરકાર વચ્ચે થયેલી અત્યાર સુધીની ચર્ચાઓના કેટલાક મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દભાઈ પટેલ સાથે પરામર્શ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જાેકે પાટીદાર સમાજની સંસ્થાઓના વડાઓ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વચ્ચે મળી રહેલી મહત્વની આ મુલાકાત કેટલી કારગત નીવડશે એ સમયે જ કહેશે. હાલમાં તો કોઈ મુદ્દા અંગે એક પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. સમાજના કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે. જાે કે આમા કોઈ રાજકીય મુદ્દો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.