કરંબામા 10 દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો ન મળતા ખેડૂતોને હાલાકી
વહીવટી તંત્રને વારંવાર રજૂઆત છતાં આંખ આડા કાન : તાલુકા પ્રમુખના ગામમાં 10 દિવસ થી વીજ પુરવઠો ન મળતા ખેડૂતોના ઉભા પાક સુકાવા લાગતા ખેડૂતોલાચાર
સંજેલી: સંજેલી તાલુકાના કરંબા ગામે છેલ્લા દસ દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો ન મળતા કરબા સહિત આસપાસના ગામોના ખેડૂતોના ઉભા પાક સુકાવવા માંડ્યા છે વીજ પુરવઠા માટે વારંવાર રજૂઆત છતાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો લાચાર બન્યા
સરકાર દ્વારા ખેડૂતોને રાત દિવસ વીજપુરવઠો પૂરો પાડવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે ત્યારે જો અને તો વચ્ચે સંજેલી બીજેપી તાલુકા પંચાયત પ્રમુખના ગામમાં જ કરંબા ગામમાં છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ન મળતા ખેડૂતોના લીલા પાક સુકાવા લાગ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર વીજ કચેરીએ રજૂઆત કરવા કરવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા લોલીપોપ આપી ફોલ્ડ છે ચાલુ થઇ જશે લાઇન ચાલુ છે તેવા ખરા ખોટા જવાબો આપી ફોન મૂકી દે છે ત્યારે કરવામાં છેલ્લા દસ દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો ન મળતા હાલ ખેડૂતોના ઊભા પાક સુકાવા માંડ્યા છે જેના લીધે ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આવા કર્મચારી સામે જિલ્લા અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે
છેલ્લા દસ દિવસથી મહેલના કાગલાખેડા ખોખરા પડ્યું ઉમરેઠ તડગામ નવી પરી કરંબા સહિતના ગામોમાં ખેતીવાડી વીજ પુરવઠો સદંતર બંધ હોવાથી અમારા ખેડૂતોના ઉભા પાક સુકાવા લાગ્યા છે વારંવાર પિસ્તા અને હેલ્પરો તેમજ ટેલિફોનિક લાઇન પર રજૂઆતો કરવામાં આવી છતાં વીજ પુરવઠો મળતો નથી હાલ પણ વીજ પુરવઠો બંધ છે ખેડૂત કરંબા ગરાસિયા મંગળાભાઇ તેરસીંગભાઇ
કરંબા ગામમાં છેલ્લા છ સાત દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો બંધ છે તેમજ આજે પણ વીજ પુરવઠો બંધ છે વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતોને ખેતીનું પાણી મુકવામાં તકલિફ પડી રહી છે જગદીશભાઇ પરમાર તાલુકા પ્રમુખના પતિ
જવાબ કરંબા ગામમાં તેમજ મહિલયાગામ કાગલાખેડા ગામમાં ખેતીવાડી વીજ પુરવઠો બંધ નથી તેમજ આજે પણ વિજ પુરવઠો શરૂ છે સવારનું ટાઇમ છે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી નો આજનો ટાઈમ છે વીજપુરવઠો ચાલુ છે મારા હેલ્પરોને પૂછી લીધું છે 10 દિવસ થી વીજપુરવઠો બંધ છે તે બાબતે કોઇ કમ્પ્લેન હજી સુધી આવી નથી ડે. એન્જિનિયર અેસ બી વસૈયા
કરબા મા છેલ્લા દસ દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો બંધ હોવાથી હેલ્પરો તેમજ લિમડિ mgvcl ખાતે લેન્ડલાઈન પર વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ વીજ પુરવઠો શરૂ કરવામાં આવતો નથી મા ડે સરપંચ નિમેશ ગરાસિયા