કરજણમાં PIના મકાનના બાથરૂમથી લોહીના ડાઘા મળ્યા?
લોહીના ડાઘાના સેમ્પલ ફોરેન્સિક રિસર્ચ કરી અને સ્વીટી પટેલના છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી
અમદાવાદ, કરજણના સ્વીટી પટેલના ગુમ થયાના ૪૯ દિવસ બાદ પણ રહસ્ય ઉકેલાયું નથી ત્યારે આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને સ્વીટી પટેલના પતિ અને પૂર્વ પીઆઈ અજય દેસાઈના કરજણ સ્થિતિ બંધ મકાનના બાથરૂમમાંથી મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાના પગલે સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક આવ્યો છે.
અખબારી અહેવાલો મુજબ સ્વીટી પટેલના પીઆઈ પતિના કરજણના મકાનમાં તપાસ કરવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને લોહીના ડાઘા મળી આવ્યા છે. જાેકે, આ લોહીના ડાઘાના સેમ્પલ એફએસએલ એટલે કે ફોરેન્સિક રિસર્ચ કરી અને સ્વીટી પટેલના છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી બાજુ ગુરૂવારે પીઆઈ દેસાઈએ આ મામલે થનારા નાર્કો ટેસ્ટ માટે અસંમતિ દર્શાવી હતી. પોતાના તબિયત નાદુરસ્ત હોવાનું જણાવી અને દેસાઈએ આ મામલે નાર્કો ટેસ્ટ આપવાનો ઇન્કાર કરી દેતા શંકાની સોઈ તકાઈ રહી છે. ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ આ કેસની નવેસરથી તપાસ કરી રહી છે.
ક્રાઈ બ્રાન્ચે ગુમશુદા સ્વીટી પતિ પીઆઈ એ.એ. દેસાઈના કરજણ સ્થિતિ મકાનનું પંચનામુ કરહ્યુ હતું ઉપરાંત જે સ્થળેથી માનવ હાડકા મળી આવ્યા હતા તે જગ્યા અને મકાનનું પંચનામુ કર્યુ હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં એફએસએલની તપાસ ઘણા મોટા રહસ્યો ઉકેલી શકે છે
ત્યારે અગાઉ લેવાયેલા નમૂનાઓનો આગામી દિવસોમાં રિપોર્ટ આવશે. સ્વીટી પટેલ ગુમ થયાની થીયરી કરતા તેની હત્યા થઈ હોવાની થિયરી પર વધારે આશંકાઓ સેવાઈ રહી છે. ગત ૬ દિવસ પહેલાં વડોદરાની મુલાકાતે ગયેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસને તપાસ સોંપી હતી.
તો દહેજના અટાલી ગામ પાસેથી ૩ માળની અવાવરૂ બિલ્ડીંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યા હતા. પોલીસે આ મામલે ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વીટી પટેલના પૂર્વ પતિ અને ૧૭ વર્ષના પુત્ર રિધમની પણ પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે જાેકે હજુ સુધી તેમને પણ આ અંગે કોઈ જાણકારી મળી નથી. જાેકે, સ્વીટી પટેલના પુત્ર મુજબ તેનો પાસપોર્ટ રિન્યુ ન થયો હોવાથી તેના વિદેશ જવાની શક્યતાઓએ ખૂબ ઓછી હતી.