Western Times News

Gujarati News

કરજણ ડેમમાંથી ૧૩,૦૦૪ ક્યુસેક પાણીનો આઉટફલો: ડેમની સપાટી ૧૦૮.૭૬ મીટરે

રાજપીપલા, સોમવાર:  નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાંથી ગઇકાલની જેમ આજે તા. ૫ મી ઓગસ્ટ, ૨૦૧૯ ને સોમવારના રોજ બપોરે ૧:00 કલાકે કરજણ ડેમમાંથી પાણીનો આઉટફ્લો ૧૩,૦૦૪ ક્યુસેક રહ્યો હતો. અને બપોરે ૧:૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૦૮.૭૬ મીટરે રહેવા પામી હતી. આજે પણ ડેમના ૩ દરવાજા ૧ મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલવામાં આવ્યાં હોવાની જાણકારી કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી જે.ડી.વાઘેલા તરફથી પ્રાપ્ત થઇ છે.

તા. ૪ થી ઓગસ્ટ, ૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરજણ ડેમમાંથી પાણીનો આઉટફલો ૪૨, ૯૩૧ ક્યુસેક રહ્યો હતો અને ડેમના ૬ દરવાજા ૨.૪૦ મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ ગઇકાલે બપોરે ૧:૦૦ કલાકે ડેમમાંથી પાણીનો આઉટફલો ૭૫, ૩૭૬ ક્યુસેક રહ્યો હતો અને  ડેમના ૬ દરવાજા ૨.૮૦ મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલાયા હતા, તેવી વિગતો પણ શ્રી જે.ડી.વાઘેલા તરફથી પ્રાપ્ત થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.