કરણની પાર્ટીમાં એકબીજાની સામે આવી ગયા ઈશાન-અનન્યા
મુંબઈ, બોલિવુડના જાણીતા ફિલ્મમેકર કરણ જાેહરની ૨૫ મેએ બર્થ ડે હતી. કરણ જાેહરે ૫૦મા બર્થ ડે પર ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. કરણ જાેહરની બર્થ ડે પાર્ટીમાં જાણે આખું બોલિવુડ ઉમટી પડ્યું હતું. નવોદિત કલાકારોથી માંડીને સુપરસ્ટાર્સ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ હાજર રહ્યા હતા. ફિલ્મી કલાકારો ઉપરાંત ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રની પણ જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.
કરણ જાેહરની પાર્ટીમાં બોલિવુડના કેટલાય એક્સ-કપલનો પણ ભેટો થયો હતો. રણબીર-કેટરિના, સલમાન-કેટરિના, ઐશ્વર્યા-સલમાન જેવા કેટલાય પૂર્વ પ્રેમીપંખીડા આ પાર્ટીમાં એક છત નીચે હતા. બોલિવુડના લેટેસ્ટ બ્રેકઅપમાંથી એક છે અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરનું બ્રેકઅપ.
જ્યારે કરણની પાર્ટીમાં આ બંને આમનેસામને આવી ગયા ત્યારે શું થયું? જ્યારે ઘા તાજા હોય ત્યારે માફ કરવા અને માફી મેળવવી સરળ નથી હોતી. ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેના બ્રેકઅપને બે મહિના જેટલો જ સમય થયો છે. ત્યારે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે માટે કંઈક આવી જ સ્થિતિ હતી. કરણની પાર્ટીમાં આ પૂર્વ પ્રેમીઓ સામસામે આવી ગયા હતા.
જાેકે, બંનેએ પાર્ટીમાં જાણીજાેઈને એકબીજાની અવગણના નહોતી કરી કે જાેઈને પણ મોં નહોતું ફેરવી લીધું. બંનેએ ખાલી દિલે એકબીજાને ‘હાય’ કહીને વાતની શરૂઆત કરી હતી. હવે પાર્ટીમાં હાજર લોકોને એવું જ લાગતું હતું કે અનન્યા અને ઈશાન વધારે વાત નહીં કરે અને અલગ-અલગ દિશામાં ચાલ્યા જશે.
પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે એવું ના થયું. અનન્યા અને ઈશાને થોડીવાર સુધી એકબીજા સાથે વાતો કરી હતી. એ પણ સારી રીતે. એકાદ-બે મિનિટનો ટૂંકો સંવાદ કરીને બંને પાર્ટીના બીજા મહેમાનો સાથે વાતચીત કરવા લાગ્યા હતા. તેમણે એકબીજા સાથે લાંબો સમય તો વાત ના કરી પણ વાત ચોક્કસથી કરી, જે સારી નિશાની છે.
ઉલ્લેખનીય છે કે, અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર લગભગ ત્રણ વર્ષ રિલેશનશીપમાં રહ્યા હતા. કપલ વચ્ચેની મિત્રતા તેમની ફિલ્મ ‘ખાલીપીલી’ના સેટ પર શરૂ થઈ હતી અને પછી પ્રેમ પાંગર્યો હતો. જાેકે, ૨૦૨૨ના એપ્રિલ મહિનાની શરૂઆતમાં બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા.SS1MS