કરણે એક્સ ગર્લફ્રેન્ડ સાથે કરી શમિતા શેટ્ટીની સરખામણી

મુંબઇ, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના સંબંધોની ચર્ચા બિગ બોસના ફેન્સ પાછલા થોડાક દિવસથી કરી રહ્યા છે. આ બન્ને બિગ બોસના ઘરમાં સારા મિત્રો બની ગયા છે. પરંતુ બિગ બોસના લેટેસ્ટ એપિસોડમાં એક ટિ્વસ્ટ જાેવા મળ્યો હતો. આ એપિસોડમાં જાેવા મળ્યું કે કરણ અને તેજસ્વી પોતાની લવ લાઈફની ચર્ચા કરી રહ્યા હતા.
તેમણે પોતાના જૂના રિલેશનશિપ અને બિગ બોસના ઘરમાં અન્ય સભ્યો સાથે કેવા સંબંધો છે તેની પણ ચર્ચા કરી હતી. કરણ કુન્દ્રાએ તેજસ્વી સાથે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ વિષે પણ વાત કરી હતી. આ વાતચીત દરમિયાન કરણ કુન્દ્રાએ કહ્યું કે, પ્રતિક સહજપાલે મને શમિતા શેટ્ટી અને અનુષા ડાંડેકર વચ્ચે શું સમાન છે તેની આખી યાદી જણાવી હતી.
કરણે જણાવ્યું કે, પ્રતિકે બન્નેના લુક્સની પણ સરખામણી કરી હતી. તેજસ્વી પણ પ્રતિકની વાત સાથે સહમત થઈ હતી. તેજસ્વીએ કહ્યું કે, હા, બન્નેના વાળ પણ એક જેવા છે. તેમનું બોડી સ્ટ્રક્ચર પર લગભગ એકસરખું જ છે. તેજસ્વીની આ વાત સાંભળીને કરણે અનુષા અને શમિતાની અન્ય સમાનતાઓ પણ જણાવી હતી.
કરણે કહ્યું કે, તેમની પ્રામાણિકતા, ભાવનાત્મક સ્વભાવ, એક વસ્તુ નક્કી કર્યા પછી તેને વળગી રહેવાની વૃત્તિ,આ બધી વસ્તુઓ ઘણી મળતી આવે છે. આ દરમિયાન તેજસ્વી કરણને એક ચોંકાવનારો પ્રશ્ન પૂછે છે. તેજસ્વી કરણને પૂછે છે કે, તેને શમિતા સાથે પ્રેમ થઈ જશે તો? આ સાંભળીને કરણ જણાવે છે કે, ના, બ્રોકોડ નામની પણ એક વસ્તુ હોય છે.
શમિતા રાકેશને પ્રેમ કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. ઉલ્લેખનીય છે કે કરણ કુન્દ્રા અને અનુષા છ વર્ષ લાંબા રિલેશનશિપ પછી છૂટા પડ્યા હતા. કરણ અને અનુષાએ પોતાના બ્રેકઅપ વિષે ખુલાસે વાત નહોતી કરી અને કોઈ કારણ પણ નહોતુ જણાવ્યું. પરંતુ અનુષાએ સોશિયલ મીડિયા પર હિન્ટ આપી હતી કે કરણ કુન્દ્રાએ તેને છેતરી હતી.SSS