કરણે ગર્લફ્રેન્ડ તેજસ્વીને હજી સુધી પ્રપોઝ નથી કર્યું
મુંબઈ, બિગ બોસ ૧૫ વિનર તેજસ્વી પ્રકાશ હાલ તેના અપકમિંગ શો નાગિન ૬ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેના કારણે તે બોયફ્રેન્ડ કરણ કુંદ્રા માટે પણ માંડ સમય કાઢી શકે છે, જેને તે બિગ બોસ ૧૫ના ઘરમાં મળી હતી અને પ્રેમ પાંગર્યો હતો. તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાની જાેડીને ફેન્સ ખૂબ પસંદ કરે છે અને તેમને પ્રેમથી કહીને બોલાવે છે.
શો ખતમ થયા બાદ તેઓ અત્યારસુધીમાં ઘણીવાર ડિનર ડેટ પર જાેવા મળ્યા છે. રિયાલિટી શો દરમિયાન જ તેજસ્વી અને કરણના પરિવારે સંબંધોને મંજૂરી આપી દીધી હતી.
જ્યારે એક જ્યોતિષ બિગ બોસ ૧૫ના મહેમાન બન્યા હતા ત્યારે તેમણે કરણ કુંદ્રાના લગ્ન માર્ચમાં લગ્ન થશે તેમ કહ્યું હતું. માર્ચને એક મહિનાની વાર છે, ત્યારે તેજસ્વી પ્રકાશે કરણ કુંદ્રા અને તેનું શું પ્લાનિગ છે તેનો ખુલાસો એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેનો બોયફ્રેન્ડ કરણ કુંદ્રા તેની સાથે ભાગી જવા માટે પણ તૈયાર છે.
‘શોમાં જ્યોતિષે કહ્યું હતું કે, કરણ કુંદ્રાના લગ્ન માર્ચમાં થશે. પરંતુ છોકરી કોણ હશે તેની જાણ નથી. પરંતુ કરણે તે સ્પષ્ટતા કરી દીધી હતી કે, જાે મારા માતા-પિતા આ લગ્ન માટે રાજી નહીં થાય તો તે મને ભગાડીને લઈ જશે’, તેમ તેજસ્વીએ કહ્યું હતું. તેણે બાદમાં હસતા-હસતા કહ્યું હતું કે ‘મારી પાસે હવે ઓપ્શન જ નથી.
અગાઉ ફેન્સ સાથે કરેલા લાઈવ સેશનમાં તેજસ્વી પ્રકાશે કહ્યું હતું કે, કરણ કુંદ્રા હાલ તેના બેસ્ટ ફ્રેન્ડ, ઉમર રિયાઝ સાથે વ્યસ્ત છે અને તેના બદલે તે તેની સાથે લગ્ન કરવાનો છે. ‘ઘણા બધા લગ્ન થઈ રહ્યા છે. આ જાેઈને મને નવાઈ લાગે છે. શ્રદ્ધા આર્યા, મૌની રોયે લગ્ન કર્યા.
કરિશ્મા તન્ના લગ્ન કરવા જઈ રહી છે. હું આ છોકરીઓ માટે ખુશ છું અને કરિશ્મા માટે વધારે ખુશ છું. વેડિંગ પ્લાનની વાત કરીએ તો, ‘તમારા કરણ કુંદ્રાએ મને હજી સુધી લગ્ન માટે પૂછ્યું નથી. મને લાગે છે કે ઉમર રિયાઝને મળ્યા બાદ તે તેને જ લગ્ન માટે પ્રપોઝ કરશે.
તો હાલમાં કરણ કુંદ્રાએ વેડિંગ પ્લાન વિશે કહ્યું હતું કે, ‘અમને એકબીજા સાથે પસાર કરવા માટે માંડ ત્રણથી ચાર કલાક મળે છે અને અમારી પાસે વાત કરવા માટે ઘણું હોય છે. આ પહેલા આવો અનુભવ મને થયો નથી.
એકબીજા સાથે વાત કરવાની સ્પીડ પણ વધી ગઈ છે. અમે સુંદર રીતે આગળ વધી ગયા છીએ. હવે આ ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે, પરંતુ એક વાતની ખાતરી આપવા માગુ છું કે તે સાચી દિશામાં જશે. મેં તેના માતા-પિતા સાથે પણ સમય પસાર કર્યો છે અને તેણે મારા પરિવાર સાથે. તે અમારા ઘરે ડિનર માટે આવી હતી.SSS