કરણ એક્ટિંગ પહેલા પિઝ્ઝા શોપમાં નોકરી કરતો હતો
મુંબઈ: હિંદી ટેલિવિઝન અને પંજાબી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલા કરણ મહેરાને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નૈતિકનું પાત્ર ભજવીને નામના મેળવી હતી. સીરિયલમાં અક્ષરા ઉર્ફે હિના ખાન સાથેની તેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે, ગ્લેમરસ અને એક્ટિંગની દુનિયામાં પગ મૂકતાં પહેલા હિના ખાન પિઝ્ઝા આઉટલેટમાં નોકરી કરતો હતો. ગયા વર્ષે એક્ટરે પોતે ઈન્સ્ટાગ્રામ પર તેણે સ્ટ્રગલના દિવસોને યાદ કર્યા હતા અને ૧૨મું ધોરણ પત્યા બાદ અને કોલેજમાં એડમિશન થતાં પહેલા ડોમિનોઝમાં નોકરી કરી હોવાની વાતનો ખુલાસો કર્યો હતો.
તેણે પોતાનો અનુભવ શેર કરવાની સાથે સાથે તે દિવસે બનાવેલી ફ્રેન્ચ ફ્રાઈઝની તસવીર પણ શેર કરી હતી. વીડિયોમાં કરણ મહેરાએ કહ્યું હતું કે, આજે હું ફ્રેન્ચ ફ્રાઈઝ અને પિઝ્ઝા બનાવી રહ્યો છું, જે મારી સ્પેશિયાલિટી છે. ૧૨મું ધોરણ પત્યા બાદ અને કોલેજમાં એડમિશન થતાં પહેલા ડોમિનોઝમાં કામ કર્યું હતું’. આ જ પોસ્ટમાં તેણે બેક કરેલા પિઝ્ઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝની ઝલક પણ દેખાડી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ૧૨મું ધોરણ ખતમ થયા બાદ મારી સૌથી પહેલી નોકરી પિઝ્ઝા કેવી રીતે બનાવવા તે શીખવાની હતી. આજે હું ફરીથી તે કામ કરી રહ્યો છું.
આજે જ્યારે હું તે દિવસોને યાદ કરું છું ત્યારે અહેસાસ થાય છે કે કેટલું શીખવા મળ્યું. ઉલ્લેખનીય છે કે, પત્ની નિશા રાવલ સાથેના વિવાદને લઈને કરણ મહેરા ચર્ચામાં છે. નિશાએ કરણ મહેરા પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે અને તેણે તેની સાથે મારઝૂડ કરી હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. જેના આધારે એક્ટરની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર તેનો છુટકારો થયો હતો. મીડિયા સાથે વાતચીત કરતાં નિશાએ કરણને અન્ય કોઈ સાથે આડા સંબંધો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તો કરણ મહેરાએ પોતાના પર લગાવેલા તમામ આરોપો ફગાવ્યા હતા
કહ્યું હતું કે, ‘નિશા હંમેશાથી ઉગ્ર સ્વભાવની રહી છે. તે મારઝૂડ પણ કરતી હતી. તેને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તે લોકોને મારવા લાગે છે, તેને સમજાતું નથી કે તે શું કરી રહી છે. તે વસ્તુઓ પણ ફેંકવા-તોડવા લાગે છે. મને લાગ્યું કે, ધીમે-ધીમે તેનું આ વર્તન સુધરી જશે અને અમુક અંશ સુધી સુધર્યું પણ હતું. પરંતુ થોડા સમય પછી ફરી આ બધી વસ્તુઓ શરૂ થઈ જતી હતી. છેલ્લા ચાર-પાંચ વર્ષથી પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે અને એક સમય એવો આવ્યો હતો જ્યારે મને આપઘાતના વિચારો આવતા હતા’.