Western Times News

Gujarati News

કરણ કુંદ્રાની બહેનને તેજસ્વી પ્રકાશ સહેજ પણ પસંદ નથી

મુંબઈ, બિગ બોસ ૧૫માં એક્ટર કરણ કુંદ્રા અને એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશના સંબંધોમાં ઘણાં ઉતાર-ચડાવ જાેવા મળ્યા છે. બંને વચ્ચે દર થોડા દિવસે ઝઘડા થતા રહે છે. ફેન્સ પણ કરણ અને તેજસ્વીનો ઝઘડો જાેઈને ચિંતામાં મૂકાયા છે અને તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે, બંને વચ્ચે જલદી જ બધું બરાબર થઈ જાય.

ફેન્સ કરણ અને તેજસ્વીને એકસાથે જાેવા માગે છે પરંતુ એક્ટરની બહેનને આ સંબંધ મંજૂર નથી. એક ફેને હાલમાં જ ટિ્‌વટ કરીને કરણ કુંદ્રાની બહેન મીનૂને તેજા (તેજસ્વી) અને કરણનો સંબંધ સ્વીકારી લેવાની વિનંતી કરી હતી. ફેને આ જાેડીને બેસ્ટ ગણાવી હતી. જાેકે, મીનૂએ જવાબ આપ્યો તેનાથી ફેન્સનું દિલ તૂટી ગયું.

ફેને ટિ્‌વટમાં લખ્યું, પ્લીઝ કરણ માટે તેજાને પણ સ્વીકાર કરી લો. બેસ્ટ જાેડી છે. ત્યારે મીનૂ કુંદ્રાએ જવાબ આપતાં લખ્યું, હું તેને આદિકાળથી નથી ઓળખતી કે તેને પસંદ કે નાપસંદ કરું. તે મારા ભાઈ સાથે જેવું વર્તન કરે છે તે મારાથી સહન નથી થતું. કરણને જે દુઃખ પહોંચાડે છે તે પસંદ નથી.

મારા માટે કરણથી વધુ કશું જ નથી. જણાવી દઈએ કે, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચે હાલમાં જ મોટો ઝઘડો થયો હતો. આ દરમિયાન કરણે તેજસ્વીને કહ્યું હતું, મોઢું જાે તારું. તારી હકીકત સામે આવી ગઈ છે. તો તેજસ્વીએ કરણ પર ‘કાયરોની નિશાની’ની કહીને ટિપ્પણી કરી હતી.

આ ઝઘડા પછી પણ બંને વચ્ચે ખાસ્સી બોલાચાલી થઈ હતી. તેજસ્વી ખૂબ રડી હતી. ઉલ્લેખનીય છે કે, કરણની મોઢું જાે તારું’વાળી ટિપ્પણી બાદ ઘણાં સેલેબ્સ તેજસ્વીના સપોર્ટમાં આવ્યા હતા.

એક્ટ્રેસ ગૌહર ખાને ટિ્‌વટ કરતાં લખ્યું હતું, મોઢું જાે તારું, તારી અસલિયત છતી થઈ છે અને વગેરે વગેરે પ્રેમ=સન્માન. સન્માન=પ્રેમ. આજે મને તેજા માટે ખૂબ ખરાબ લાગ્યું. હું તેને ભેટવા માગું છું. આ વાંચી રહેલી તમામ યુવતીઓને કહીશ કે બંને બાજુ સન્માન ખૂબ જરૂરી છે. પહેલા તમારી જાતને પ્રેમ અને સન્માન આપો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.