કરણ જાેહરની ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીમાં ઉમટ્યું આખું બોલિવુડ

મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહરે પોતાના ૫૦મા બર્થ ડે પર ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. કરણ જાેહરે મુંબઈના એક જાણીતા સ્ટુડિયોમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં લગભગ આખું બોલિવુડ ઉમટ્યું હતું.
કરણ જાેહરની ૫૦મી બર્થ ડે પાર્ટીમાં સલમાન ખાન, આમિર ખાન, રણવીપ સિંહ, વિકી-કેટરિના, રણબીર અને નીતૂ કપૂર, કાજાેલ, જૂહી ચાવલા, સોનાલી બેન્દ્રે, રવિના ટંડન, વિજય દેવરાકોંડા, કરીના કપૂર, સૈફ અલી ખાન, અમૃતા અરોરા, મલાઈકા અરોરા, ઈબ્રાહિમ અને સારા અલી ખાન, શ્વેતા બચ્ચન નંદા, તારા સુતરિયા-આદર જૈન, અરમાન-જૈન અને પત્ની અનિસા, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય, નવ્યા નવેલી નંદા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, કાજાેલ, મનીષ મલ્હોત્રા, સિદ્ધાર્થ મલ્હોત્રા, ક્રિતી સેનન, વરુણ ધવન, કિયારા અડવાણી, પરિણીત ચોપરા, પ્રીતિ ઝિંટા, ઈશાન ખટ્ટ, દિવ્યા ખોસલા કુમાર અને તેના પતિ ભૂષણ કુમાર, રૅપર બાદશાહ સહિતના જાણીતા સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા.
કરણ જાેહરના બર્થ ડે પાર્ટીમાં સામેલ થયેલા સેલિબ્રિટીઝની કેટલીય તસવીરો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ગ્રાન્ડ બર્થ ડે પાર્ટીમાં કરણ જાેહર ગ્રીન રંગનો શિમરી સૂટ, બો ટાઈ અને પેન્ટ પહેરીને આવ્યો હતો. બર્થ ડે બોય આ સૂટમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા લાલ રંગના ગાઉનમાં જાેવા મળી હતી.
સંજય કપૂરની દીકરી શનાયા બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે ત્યારે તેણે પણ કો-એક્ટર્સ સાથે પાર્ટીમાં પોઝ આપ્યા હતા. કરણની પાર્ટીમાં એક્ટ્રેસ તમન્ના ભાટિયા પિંક આઉટફિટમાં ખૂબસૂરત લાગતી હતી. કરણ જાેહરની ગ્રાન્ડ પાર્ટી માટે પાંચ લેયરની ચોકલેટ કેક લાવવામાં આવી હતી. સામે આવેલા વિડીયોમાં કરણ કેક ખાધા બાદ એક્ટ્રેસ પરિણીતી ચોપરાને ભેટતો જાેવા મળી રહ્યો છે.
કરણની પાર્ટીમાં નીતૂ કપૂર દીકરા રણબીર સાથે આવી પહોંચ્યા હતા. અહીં બંનેએ નીતૂની અપકમિંગ ફિલ્મ ‘જુગ જુગ જિયો’નો હૂક સ્ટેપ પણ કર્યો હતો.
જાેકે, આલિયા ભટ્ટ કરણની પાર્ટીમાં ગેરહાજર હતી. રણવીર સિંહ પણ પત્ની દીપિકા સાથે કાનમાં સમય વિતાવીને મુંબઈ પાછો આવી ગયો છે ત્યારે અનોખા અંદાજમાં કરણની પાર્ટીમાં સામેલ થયો હતો. રિતેશ-જેનેલિયાની જાેડી બ્લેક રંગના આઉટફિટમાં ક્યૂટ લાગતી હતી. પાર્ટીમાં આવેલી માધુરીએ પતિ અને દીકરા સાથે પોઝ આપ્યો હતો. જ્યારે કરણ જાેહરે ખાસ ફ્રેન્ડ રાની મુખર્જી સાથે મીડિયાને પોઝ આપ્યો હતો. બ્લૂ રંગની શિમરી સાડીમાં તબ્બુ પણ ખૂબસૂરત લાગતી હતી.
ખાસ્સા સમયથી બોલિવુડની પાર્ટીઓમાં ના દેખાયેલી અનુષ્કા શર્મા કરણની બર્થ ડે પાર્ટીમાં આવી હતી. બ્લેક રંગના ગાઉનમાં અનુષ્કાનો કિલર લૂક જાેવા મળ્યો હતો. શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી પણ વ્હાઈટ રંગના સૂટ પેન્ટમાં આકર્ષક લાગતી હતી.
તેણે અનન્યા પાંડે સાથે પોઝ આપ્યો હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પાછી આવેલી ઐશ્વર્યાનો લૂક પણ કરણની પાર્ટીમાં જાેવા જેવો હતો. સલમાન ખાન, વિજય દેવરાકોંડા, શાહિદ કપૂર અને મીરા રાજપૂત, એકતા કપૂર, રિદ્ધિ ડોગરા પણ પાર્ટીમાં સામેલ થયા હતા.
કરણ જાેહરની બર્થ ડે પાર્ટીમાં એક્સ કપલ હૃતિક રોશન અને સુઝૈન ખાન પોતાના હાલના પાર્ટનર સાથે આવ્યા હતા. હૃતિક ગર્લફ્રેન્ડ સબા સાથે આવ્યો હતો જ્યારે સુઝૈન બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પહોંચી હતી. પૂર્વ કપલ આમિર ખાન અને કિરણ રાવે પણ કરણની પાર્ટીમાં એકસાથે મીડિયાને પોઝ આપ્યા હતા.
કરણ જાેહરની ખાસ ફ્રેન્ડ કરીના, કરિશ્મા અને મલાઈકા પણ પાર્ટીમાં ગ્લેમરસ અવતારમાં સામેલ થઈ હતી. ત્રણેય બહેનપણીઓએ સૈફ સાથે પોઝ આપ્યો હતો.
કરીનાના ફોઈ રીમા જૈન પણ પતિ સાથે પાર્ટીમાં આવ્યા હતા. રાજકુમાર રાવ, કાજાેલ, રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની, અર્પિતા-આયુષ, પરિણીતી, ફરાહ ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ સ્ટાઈલિશ લૂકમાં જાેવા મળ્યા હતા. શાહરૂખ ખાન પાર્ટીમાં ગેરહાજર હતો.
પરંતુ તેની પત્ની ગૌરી ખાન અને દીકરો આર્યન ખાન હાજર રહ્યા હતા. સોનાલી બેન્દ્રે, ટિ્વન્કલ ખન્ના, મૌની રોય, રશ્મિકા મંદાના, જૂહી ચાવલા જેવા સેલેબ્સે પણ કરણની બર્થ ડેને યાદગાર બનાવવામાં ભાગ લીધો હતો. બોલિવુડના નવદંપતી વિકી કૌશલ અને કેટરિના કૈફ પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા. ન્યૂયોર્કથી પાછું આવેલું કપલ એકસાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યું હતું.
કાજાેલે બર્થ ડે પાર્ટીની અંદરની તસવીર શેર કરતાં કરણ જાેહરને શુભેચ્છા આપી હતી. સેલ્ફીમાં બંને બેસ્ટફ્રેન્ડ ખુશ દેખાઈ રહ્યા છે. કાજાેલે ફોટો શેર કરતાં લખ્યું, “બધા જ દાંત બતાવીને હસી રહ્યા છે. હેપી હેપી બર્થ ડે કરણ જાેહર.
લવ યુ.”આ સિવાય કાજાેલે પાર્ટીમાંથી કરણ અને આમિર સાથે ફોટો શેર કરતાં ફના ફિલ્મના ૧૬ વર્ષ થયા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. રવિના ટંડને પણ કરણ જાેહરની બર્થ ડે પાર્ટીની કેટલીક અંદરની તસવીરો શેર કરી છે. રવિનાએ ફોટોઝ શેર કરતાં લખ્યું, “હેપી બર્થ ડે કરણ જાેહર. લાંબા સમય બાદ સૌને મળીને ખૂબ આનંદ થયો. મિત્રો, હાસ્ય અને ગેંગ ફરીવાર એકસાથે.” રણબીર કપૂરના ફેનપેજ પર પણ કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં રણબીર અનુષ્કા શર્મા, અપારશક્તિ ખુરાના, તાહિરા કશ્યપ સહિતના ગેસ્ટ સાથે પોઝ આપતો જાેવા મળે છે.
કરણ જાેહરની ધમાકેદાર પાર્ટીની તસવીરો જાેયા બાદ તેના વર્કફ્રંટની વાત કરીએ તો, રોકી ઔર ‘રાની કી પ્રેમકાહણી’ને કરણ જાેહર ડાયરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં આલિયા અને રણવીર સિંહ લીડ રોલમાં છે. આ સિવાય તે નીતૂ કપૂર, અનિલ કપૂર, વરુણ અને કિયારાની ફિલ્મ ‘જુગ જુગ જિયો’નો પ્રોડ્યુસર છે. ઉપરાંત બર્થ ડે પર તેણે નવી એક્શન ફિલ્મની જાહેરાત કરી છે.SS1MS